Western Times News

Gujarati News

SVIT વાસદ ના વિદ્યાર્થીઓ દ્વારા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ને 11,000ની સહાય

એસ. વી. આઈ. ટી. , એન. એસ.એસ. યુનિટ ના સ્વયંસેવકો સમાજ સેવાનું કાર્ય સતત કરતા જ આવ્યા છે અને તાજેતરમાં તેઓ એ પોતાના ખિસ્સા ખર્ચ માં થી અને એસ.વી.આઈ.ટી. કોલેજ ના સ્ટાફ તથા અન્ય વિદ્યાર્થીઓ પાસેથી ફાળો ઉઘરાવી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, બરોડા ને ૧૧ હજાર ની રોકડ સહાય કરી છે.

આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થા ના પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામી જી , ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રીશ્રી અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. જય નારાયણ વ્યાસ  અને લિંડે એન્જીનીયરીંગ ના ઇ એન સી પ્લાન્ટ કમ્પોનન્ટ, મટીરીયલ એન્ડ ક્યુએ અને ક્યુસી સર્વિસીસ ના જનરલ મેનેજર શ્રી સિતાંશુ ભટ્ટ એ ખાસ ઉપસ્થિત રહી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ વડોદરાના ટ્રસ્ટી ના સભ્યોને ૧૧ હજારનો ચેક એનાયત કર્યો હતો.

પૂ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામી જી એ એન. એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા સમાજ માટે જે સેવા પ્રવૃતિ કરવા માં આવી રહી છે અને જરૂરત મંદો માટે આ સ્વયંસેવકો જે તત્પરતા બતાવી રહ્યા છે તેને વધાવી વિદ્યાર્થીઓની કામગીરીની સરાહના કરી હતી. એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા પ્રોગ્રામ ઓફીસર વિકાશ અગ્રવાલ ના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ કરવા માં આવ્યું હતું

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી તેમની ઉમદા કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.