Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લામાં રાજ્ય સરકારના આદેશો ઘોળીને પી ગયા ટ્યુશન સંચાલકો અને મોલ ધારકો 

દેશમાં કોરોના વાયરસનો ઝડપી પસાર થઈ રહયો છે.ત્યારે વધતા જતાં કોરોના વાયરસ ના કિસ્સાઓના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે.જેમાં ૨૯ માર્ચ સુધી શાળા- કોલેજ ,મોલ-થિયેટર બંધ રાખવા સરકાર દ્વારા આદેશ કરાયા છે.ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદાજે ૩૦૦૦ હજારથી વધુ   પ્રાથમિક શાળા,માધ્યમિક સ્કૂલ અને શૈક્ષણિક સંકુલ તા.૧૬ માર્ચ થી ૨૯ માર્ચ સુધી બે સપ્તાહ માટે બંધ રખાશે.મોડાસા નગરપાલિકા તંત્ર પણ કોરોના વાઈરસને લઈને પગલે સતર્ક બની ૭૫ એકમોને નોટિસ ફટકારી છે બીજીબાજુ મોડાસા શહેરમાં આવેલ શોપિંગ મોલ અને કેટલાક ટ્યુશન ક્લાસીસના સંચાલકો રાજ્ય સરકારના આદેશોને ઘોળીને પી જતા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે શોપિંગ મોલના માલિકોએ એક જ શટર ખુલ્લું રાખી તંત્રને આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૯૬ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે, જ્યારે ૬૫૦૦ થી વધુ લોકો કોરોનના પગલે મોતને ભેટી ચૂકયા છે.ભારતમાં અત્યાર સુધીમાં ૧૧૨ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઇ ચૂકયા છે અને ૩ લોકોના મોત થયા છે ગુજરાત સરકારે પણ રાજ્યમાં શોપિંગ મોલ, સ્કૂલ અને કોલેજ ૩૧મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે હાલ આરોગ્ય વિભાગ કોરોના વાઈરસને લઈને પણ સતર્ક બન્યું છે ત્યારે અરવલ્લી જીલ્લામાં  કેટલાક લોભિયા ટ્યુશન સંચાલકો અને મોલ ધારકો છાનાછપને તેમનો ધંધો ચલાવી બાળકો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે

 ડબ્લ્યુ.એચ.ઓ દ્વારા પેનેડેમીક જાહેર કરેલા નોવેલ કોરોના વાઈરસને લઈને મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા પાલિકાના હદમાં આવેલ કોચિંગ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ,હોટલ ,મોલ સહીત ૭૫ જેટલા એકમોને પણ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે અને મોડાસા શહેરમાં આવેલ આવા એકમો પર ૧૫ થી વધુ વ્યક્તિઓ એકઠા નહિ થવા દેવા અને જાહેરમાં થુંકવું નહિના   આદેશ કરી દીધા છે બીજીબાજુ મોડાસા શહેરમાં કેટલાક કોચિંગ ક્લાસીસ,ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે કેટલાક મોલધારકો પણ મૉલનું એક શટર ખુલ્લું રાખી ધંધો કરી રાજ્ય સરકાર અને નગરપાલિકા તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આવા લોભિયા લોકો સામે વહીવટી તંત્ર કોઈ દંડનીય કાર્યવાહી કરશે કે પછી આ આદેશ ફક્તને ફક્ત સ્કૂલ કોલેજ સુધી સીમિત રહેશે જેવા અનેક પ્રશ્નો પેદા થયા છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.