Western Times News

Gujarati News

દાનહ સાંસદે પંચાયતી રાજ કાયદાના અમલ અંગે મુદ્દો ઉઠાવ્યો

(પ્રતિનિધિ) વલસાડ, સંઘપ્રદેશ દાનહ સાંસદે પંચાયતી રાજ કાયદાની સ્વાયત્તીકરણને લઈ સદનમાં મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું ધ્યાનાકક્ષણ કરતા ડેલકરે જણાવ્યું કે, ભારત સરકારે ર૦૦૧માં ગ્રામ પંચાયત, જીલ્લા પરીષદ, જીલ્લા પંચાયત અને નગરપાલિકાઓને વધુ અધિકાર આપવાના ઉદેશ્યથી કાનુન બનાવ્યો હતો, જેના પર હમણા સુધી અમલ થયો નથી.

દાદરા નગર હવેલીમાં વિધાનસભા ન હોવાથી ભારત સરકાર દ્વારા સંચાલિત લોક કલ્યાણ યોજનાઓ સમયસર થતી નથી જેનાથી ત્યાંના લોકો પરેશાન છે. વર્ષ ર૦૦૧ માં પંચાયતી રાજ કાયદામાં સુધારો કરતા સમય સંઘપ્રદેશોમાં જીલ્લા પંચાયત અને નગર પરીષદને પૂર્ણ અધિકાર આપવાની વાત કહી હતી તેમનું ફંડ અને અધિકાર સીધો સ્થાનિક સ્તરે આપવા માટે અંતિમ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. બાદમાં તેના પર અમલ ન થઈ શકયો. પંચાયતોને અધિકાર ન મળવાથી ભારત સરકારની દરેક યોજનાઓ પ્રભાવિત થઈ છે. લોકોને યોજનાઓનો લાભ સમયસર ન મળવાથી પરેશાન છે. ભારત સરકારને વર્ષ ર૦૦૧ પંચાયતી રાજ વાળા કાનુન પર અમલીકરણ કરી સંઘપ્રદેશોમાં જીલ્લા અને નગરપરીષદોને પૂર્ણ સ્વાયત્તતાનો અધિકાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ડેલકર ૭મી વખત અપક્ષના રૂપમાં સાંસદ બન્યા છે. તેઓએ સંસદમાં બોલવાની પૂર્ણ તક આપવામાં આવી રહી છે. તેઓ સંસદમાં લોકો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી ચુકયા છે. જેનાથી પહેલા ડેલકરે સંઘશાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચનાની માંગ કરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.