Western Times News

Gujarati News

રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં ૧૦૧ યુનિટ રક્ત એકત્ર કરાયું

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)

(પ્રતિનિધિ) વલસાડ, ઉમરગામ તાલુકાના સરીગામ એસઆઈએ કચેરી ખાતે રોટરી કલબ સરીગામ અને સરીગામ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન મહાદાન સૂત્ર ને અનુસારી ેસેવા ક્ષેત્રે અગ્રેસર એવી રોટરી કલબ સરીગામ દર વર્ષે નોંધપાત્ર રકતદાન કરાવી જનજાગૃતિ માટે પ્રયાસ કરી રહી છે. ૧ જુલાઈ ડોકટર ડે ના દિવસે રોટરી કલબ સરીગામના નવનિયુકત પ્રમુખ સુભાષભાઈ પટેલ પ્રોજેકટ ચેરમેન રાકેશ રાય એસ આઈ એ પ્રમુખ સિરીઝ દેસાઈ એસઆઈએ સોશિયલ વેલ્ફેર કમિટી ચેરમેન બીકે દાયમા મંચસ્થ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાસંગિક ઉદબોધનમાં પ્રોજેકટ ચેરમેન રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે એક વ્યક્તિના રકતદાનથી અન્ય કોઈ વ્યક્તિને જીવનદાન મળતું હોય છે લોહી એ કોઈ ફેકટરીમાં ઉત્પાદન કરી શકાતું નથી સાપ્રત સમયમાં અકસ્માતોની સંખ્યા વધતા બ્લડ બેંકમાં સતત લોહીની અછત વર્તાતી જાવા મળે છે અને તેથી જ રોટરી કલબ સરીગામ અને એસ આઈ એ દ્વારા સમયાંતરે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે એસ આઈ એ પ્રમુખ સુરેશભાઈ દેસાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં રકતદાન બાબતે લોક જાગૃતતા લાવવા સ્વયંસેવી સંસ્થાઓ ઉદ્યોગકારો તથા તંત્ર દ્વારા સંયુક્ત પ્રયાસ થવા જોઈએ રેડ ક્રોસ બ્લડ બેન્ક સિલવાસા તથા વલસાડ બ્લડબેંકના ડોકટર તથા સેવાભાવી સહયોગીઓએ ખડેપગે સેવા બજાવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.