Western Times News

Gujarati News

કોરોના વાઇરસ સંક્રમણને નાથવા માટે સુસજ્જ બનતું ગુજરાત વહીવટીતંત્ર

મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે કર્યો સીધો સંવાદ

નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને નાથવા માટે ગુજરાત સરકાર અને રાજ્ય વહીવટીતંત્ર સુસજ્જ બન્યું છે. રાજ્યમાં આ વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કોઈપણ કસર ન રહી જાય તે માટે આજે મોડી સાંજે રાજ્યના મુખ્ય સચિવશ્રી ડૉ.અનિલ મુકીમના વડપણ આરોગ્ય વિભાગના વરિષ્ઠ પદાધિકારો અને અધિકારીઓએ  ”સ્ટેટ ઇમર્જન્સી ઓપેરેશન સેલ” (SEOC) ખાતે ‘વિડિઓ કોન્ફરન્સિંગ” દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ વેળા શ્રી મુકીમે તમામ જિલ્લાના સમાહર્તાઓને કોરોના વાઇરસને નાથવા માટે જિલ્લા કક્ષાએ થઇ રહેલી કામગીરીની સમીક્ષા કર્યા બાદ રાજ્ય અને ભારત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા નોવેલ કોરોના વાઇરસ (COVID-19) અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શક સુચનાઓનો કડકાઇથી અમલ કરવા માટે તાકીદ કરી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવશ્રી ઉપરાંત અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી (આરોગ્ય) ડૉ.જયંતી રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સાયન્સ-ટેક્નોલોજીના સચિવશ્રી હરિત શુક્લ તથા આરોગ્ય વિભાગના વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.