Western Times News

Gujarati News

સધર્ન નેવલ કમાન્ડ કોરોના વાયરસ સામેની લાંબી લડત માટે સજ્જ

પ્રતિકાત્મક

21 દિવસના નેશનલ લૉકડાઉનની જાહેરાત પછી સધર્ન નેવલ કમાન્ડે (એસએનસી) કોરોના વાયરસનો ચેપ આગળ વધતો રોકવા અને તેની સામે લડત આપવા રાજ્ય સરકાર અને નૌકા દળના વડા મથક સાથે ચર્ચા કરીને અનેક કદમ ઉઠાવ્યા છે અને તે સભ્ય સમાજને આ રોગ સામેની લડતમાં તૈયાર રહેવાની તથા સાથે-સાથે પોતાના કર્મચારીઓને ચેપ લાગે નહીં તેની ખાતરી માટેના બેવડા ઉદ્દેશથી કામ કરશે અને જરૂર મુજબ તમામ ફરજો માટે ઉપલબ્ધ રહેશે.

બેટલ ફીલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટસની 10 ટૂકડીઓ કે જેમાં નૉન-મેડિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેને પરિસ્થિતિ મુજબ જરૂર પડે ત્યારે મેડિકલ સ્ટાફને સહાય માટે કોચી ખાતે તૈયાર રાખવામાં આવી છે. આવી બીએફએનએ ટૂકડીઓ એસએનસીનાં અન્ય સ્ટેશનોએ પણ તૈયાર રાખવામાં આવી છે. ભારતીય નૌકાદળે હાલમાં જે કર્મચારીઓ રજા પર છે અથવા તો કામચલાઉ ફરજ પર મૂકાયા છે તેમના માટે “જ્યાં હોય ત્યાં રહો, પ્રવાસ ના કરો” ની નીતિ અમલમાં મૂકી છે.

સધર્ન નેવલ કમાન્ડના વડા મથકે કોચી ખાતે તેના એક ટ્રેનિંગ એકમને કોરોના કેર સેન્ટર (સીસીસી) માટે તાલિમ આપીને વિશ્વના અલગ અલગ ભાગોમાંથી 200 ભારતીય નાગરિકોને સરકારની અગાઉની સૂચના મુજબ ભારત પરત લાવવામાં આવ્યા છે. 200 સર્વિસ કર્મચારીઓ અને પરિવારો ધરાવતા અલગ સીસીસી એકમો કર્મચારીઓ માટે કોઈપણ તાકીદની પરિસ્થિતિમાં જરૂર પડે માટે સજ્જ રખાયા છે.

બે એકમોને વર્તમાન આદેશો મુજબ 14 દિવસ માટે અલાયદા અને સમર્પિત ભોજન, ટોયલેટ, મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને મનોરંજનની જરૂરિયાત માટે સજ્જ રખાયા છે. આ કોરોના કેર સેન્ટરનું સંચાલન કર્મચારીઓ અને અધિકારીઓના સમર્પિત જૂથ અને ભારતીય નૌકાદળના ડૉક્ટરો અને નર્સોથી સજ્જ અલાયદા મેડિકલ કેર સેન્ટર મારફતે કરવામાં આવશે, જે દર્દીઓના નિયંત્રણ માટેના તબીબી પાસાંનો તથા આરોગ્ય મંત્રાલય દ્વારા નક્કી કરાયેલા મેડિકલ પ્રોટોકોલને ચુસ્તપણે અનુસરીને તેનું પાલન કરશે.જાહેર વિસ્તારો અને શિક્ષણ આપતા કર્મચારીઓના પરિવારો માટે ખાસ સેનિટાઈઝેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.