Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદની અનોખી પહેલ

તૈયાર કરેલ 5000 સેનિટાઇઝ્ડ ફરીથી વાપરી શકાય તેવા કોટન માસ્ક

દેશમાં કોરોના વાયરસના ફેલાતા સંક્રમણ ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ ડિવિઝન દ્વારા સામાજીક જવાબદારી નિભાવતા, પોતાના ફ્રન્ટલાઈન રેલ્વે કર્મચારીઓના સમર્થનમાં આગળ આવતા 5000 સેનિટાઇઝ્ડ રીયુઝેબલ ફેસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી પ્રીતિ ઝા એ જણાવ્યું કે આ કોરોના સંકટ સમયે ભારતીય રેલ્વે ચોવીસ કલાક જરૂરી સેવાઓ પુરી પાડીને ઉત્તમ કામગીરી કરી રહી છે ત્યારે આ સંસ્થાની જવાબદારી વધુ પ્રમાણમાં વધે છે. આવા સમયે અમે રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને નૈતિક સમર્થન આપી રહ્યા છીએ. અમે આ કોરોના સંકટ સમયે સંગઠન તરફ થી રૂ 50 હજારની આર્થિક સહાય આપવામાં આવી છે. જેમાં રૂ 15 હજાર રૂપિયા ના કોટન માસ્ક તથા રૂ. 35 હજાર રૂપિયા સંગઠન દ્વારા આરપીએફ, ગાંધીધામ વિસ્તાર અને ડીઆરએમ બેનેવલટં ફંડમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ભોજન આપવા માટે પ્રદાન કરવામાં આવ્યા.

શ્રીમતી ઝાના જણાવ્યા મુજબ અમારી સંસ્થા મણિનગર અને સાબરમતીમાં સિલાઈ સેન્ટર, મ્યુઝિક સ્કૂલ, ડ્રોઇંગ અને પેટિંગ ક્લાસ અને આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરી રહી છે. સિલાઇ કેન્દ્રો દ્વારા આવા સમયે માસ્ક તૈયાર કરવાની જવાબદારી લીધી તથા 5000 કોટન માસ્ક રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યા, જેમાં સિલાઈ કેન્દ્રોના ઇન્ચાર્જ શ્રીમતી પ્રીતિ શર્મા અને શ્રીમતી વીણા ગુપ્તાએ સમર્પણ અને સખત મહેનત સાથે કામ કર્યું હતું. આ માસ્ક ડિવિઝન રેલ્વે હોસ્પિટલમાં સૅનેટાઈઝડ કર્યા પછી, 1000 માસ્કનું વિતરણ મહિલા કલ્યાણ સંસ્થા દ્વારા રેલ્વે કર્મચારીઓ અને

પરિવારના સભ્યોને કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે સંગઠન દ્વારા બનાવેલા કોટન માસ્ક જે સાફ કરી ફરીથી વાપરી શકાય છે. સંસ્થા દ્વારા અમદાવાદ વિભાગના કર્મચારીઓને 5000 માસ્ક પૂરા પાડવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપક કુમાર ઝા એ આ સંકટ સમયે ફેસ માસ્ક પૂરા પાડવા બદલ મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ નો આભાર માન્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.