Western Times News

Gujarati News

DSTના સહયોગથી હેલ્થકેર સ્ટાર્ટઅપ કોવિડ-19નું નિદાન કરવા માટે ઝડપી ટેસ્ટ વિકસાવવાની દિશામાં અગ્રેસર

પ્રતિકાત્મક

નવી દિલ્હી,  વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનાં ફંડથી સંચાલિત અને રોગના ઝડપી નિદાન માટે એની પ્લેટફોર્મ ટેકનોલોજી પર પોઇન્ટ ઓફ કેર નિદાન પર કાર્યરત પૂણેનાં હેલ્થકેર સ્ટાર્ટઅપ “મોડ્યુલ ઇનોવેશન્સ”એ 10થી 15 મિનિટની ટેસ્ટ સાથે કોવિડ 19નું નિદાન કરવા પ્રોડક્ટ વિકસાવી છે.

પોતાની ફ્લેગશિપ પ્રોડક્ટ યુસેન્સમાંથી અસરકારક વિભાવનાનો ઉપયોગ કરીને મોડ્યુલ હવે એનકોવસેન્સિસ (nCoVSENSe) (ટીએમ) વિકસાવી રહી છે, જે એન્ટિબોડીઝની ઓળખ કરવા માટે ઝડપી ટેસ્ટ ઉપકરણ છે. આ એન્ડિબોડિઝ મનુષ્યનાં શરીરમાં કોવિડ 19 સામે પેદા થાય છે.

ભારતમાં હાલનાં તબક્કામાં મોટા પાયે સ્ક્રીનિંગ અતિ મહત્ત્વપૂર્ણ છે. ઝડપી ટેસ્ટ ઉપકરણ સાથે દર્દીઓમાં ઇન્ફેક્શનની પુષ્ટિ કરવાનું શક્ય બનશે અને સાથે સાથે ચેપી દર્દી સાજો થયો છે કે નહીં અને દર્દીઓમાં ઇન્ફેક્શન કયા તબક્કામાં છે એ બંને બાબતો પણ નક્કી કરી શકાશે.

ગોલ્ડ સ્ટાન્ડર્ડ દ્વારા હાલની પુષ્ટિ કરતી પદ્ધતિ રિયલ-ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલીમેરાઝ ચેઇન રિએક્શન (આરટી-પીસીઆર) ખર્ચાળ છે, લાંબો સમયે લે છે અને આ માટે તાલીમબદ્ધ મેનપાવરની જરૂર પડે છે. આ નવી ઝડપી ટેસ્ટથી ઓછા ખર્ચે વધારે વાજબી રીતે સમસ્યાનું સમાધાન કરવામાં મદદ મળશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનાં સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, “જ્યારે આ પીસીઆર આધારિત પુષ્ટિ કરતી ટેકનિક માટે વિકલ્પ નથી, ત્યારે એન્ટિબોડિઝની ઓળખ પર આધારિત આ ટેસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી મોટી સંખ્યામાં સ્ક્રીનિંગના ઉદ્દેશ માટે તૈયાર કરવામાં આવી છે, જે પીસીઆર મશીનોની મર્યાદિત સંખ્યાનું ભારણ થોડું હળવું કરશે તથા પદ્ધતિઓ ઘડવા અને નિર્ણય લેવામાં મદદરૂપ થશે.”

nCoVSENSe ટેસ્ટનો ઉદ્દેશ વાયરલ ઇન્ફેક્શનની શરૂઆતમાં મનુષ્યનાં શરીરમાં પેદા થતાં IgG અને IgM એન્ટિબોડિઝની ઓળખ કરવાનો છે તથા એને સ્પાઇક પ્રોટિન્સ સામે લક્ષિત કરવાનો છે, જે એને કોવિડ-19 માટે વિશેષ ઉપયોગી બનાવે છે.

રાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા મળ્યાં પછી સ્ટાર્ટઅપ 2 થી 3 મહિનાના સમયમાં ટેસ્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે. ભવિષ્યમાં એનાથી સાજા થયેલા લોકો નક્કી કરવામાં મદદ મળશે અને તેમને ફ્રન્ટ લાઇન જોબ ફાળવશે. આ ટેસ્ટ એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલો તથા આ પ્રકારનાં સ્થળોમાં પર દર્દીઓ અને પેસેન્જર્સનું પરીક્ષણ કરવામાં ઉપયોગી થઈ શકશે, જેથી ભવિષ્યમાં આ પ્રકારનાં કોઈ પણ રોગચાળાના પ્રસાર સામે રક્ષણ મળશે.

જ્યારે ટેકનોલોજીની વ્યવહારિક પુરવાર થઈ છે, ત્યારે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (પીઓસી – વિભાવનાનો પુરાવો) અને પ્રોડક્ટની કામગીરી પ્રદર્શિત કરતાં પ્રોટાટાઇપનું પ્રદર્શન હવે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.