Western Times News

Gujarati News

અમદાવાદમાં સોમવારે કોરોનાના વધુ ૧ર કેસ

પ્રતિકાત્મક

અમદાવાદમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ર૯૧ ઃ વધુ એક મોત સાથે મૃત્યુ આંક ૧૩ પર પહોંચ્યો ઃ ૧૦ દર્દીઓને સારવાર આપી રજા અપાઈ-શહેરમાં ૯૪,ર૪૭ ઘરોમાં સરવે કરી ૪.૧૪ લાખ નાગરિકોને આવરી લેવાયા

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આ પરિસ્થિતિમાં પણ મ્યુનિસિપલ કમિશ્નરે અમદાવાદ શહેરમાં હજુ કોરોનાના કેસો વધવાની દહેશત વ્યક્ત કરી છે.   આજે અમદાવાદ શહેરમાં બપોર સુધીમાં ૧ર નવા કેસો નોંધાયા છે અને એક વ્યÂક્તનુ મોત નિપજ્યું છે. જે સાથે અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા ૩૦૦ની નજીક ર૯૧ પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ ૧૩ વ્યÂક્તના મોત નિપજ્યા છે. આજે ૧૦ વ્યÂક્તઓને હોÂસ્પટલમાંથી રજા આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેરમાં અડધાથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ર૯૧ પર પહોંચી છે જ્યારે ગુજરાતમાં કોરોનાના કેસની કુલ સંખ્યા પ૩૮ થઈ છે.  અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધે નહીં તે માટે સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંખ્યાબંધ સોસાયટીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે.  અમદાવાદ શહેરમાંથી કોરોનાના દર્દીઓને શોધી કાઢવા માટે છેલ્લા ત્રણ દિવસથી ડોર ટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે અને લેબોરેટરીમાં સેમ્પલોની ચકાસણી પણ ઝડપી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં પ૯૮ર સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને ટેસ્ટીંગ માટે મોકલી અપાયા છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પો.ની ૬૭૩ ટીમો કામ કરી રહી છે અને આ ટીમો દ્વારા ડોર ટુ ડોર સરવે શરૂ કરાયો છે.  મ્યુનિસિપલ ટીમો દ્વારા કુલ ૯૪,ર૪૭ ઘરોનો સરવે કરવામાં આવ્યો છે.  અને તેના દ્વારા ૪.૧૪ લાખ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે.  આ સરવે દરમિયાન શંકાસ્પદ લાગતા પ૩૯ નાગરિકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. અમદાવાદમાં હાલ ર૩૩પ  વ્યÂક્તઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં કોરોનાના કેસો નોંધાયા છે.

અમદાવાદશ હેરમાં  કોરોનાના કેસો અટકાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી ૧૩ ચેકપોસ્ટો બનાવવામાં આવી છે. આ ચેકપોસ્ટો ઉપરથી પસાર થતા તમામ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુંં છે. છેલ્લી ર૪ કલાકમાં આ ચેકપોસ્ટો ઉપરથી પસાર થતાં ર૦,૦૦૦થી વધુ વ્યÂક્તઓનુંં સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

કોટ વિસ્તારમાં બફર ઝોન જાહેર કર્યા બાદ છેલ્લા ચોવીસ કલાકમાં ર૦,૦૦૦ લોકોને ચેક કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ દર્દીઓને સારવાર અર્થે ખસેડાયા છે.  આજે ઓઢવ અને મણીનગર વિસ્તારમાં દવાની દુકાનમાં કામ કરતા એક કર્મચારી અને એક દુકાનના માલિકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.