Western Times News

Gujarati News

નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

File

અમદાવાદ જિલ્લામાં આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુનો પુરવઠો જાળવી રાખવા વહીવટી તંત્ર કટિબધ્ધ – શ્રી કે.કે. નિરાલા, જિલ્લા કલેકટર, અમદાવાદ
…………..
• અન્ન બ્રહ્મ યોજના હેઠળ અમદાવાદ ગ્રામ્યમાં ૧૦,૧૦૭ અને શહેરી વિસ્તારમાં ૯૦,૬૫૧ લાભાર્થિઓને અનાજ વિતરણ
• જિલ્લા મથક કંટ્રોલ રૂમ ખાતે ૩૯૬૩ લોકોએ ફોન કરી સમસ્યાનું સમાધાન મેળવ્યું
• અમદાવાદ જિલ્લામાં ૫૯ આશ્રયકેન્દ્રો – શેલ્ટરહોમ કાર્યરત
• જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૧૫,૨૫,૭૦૯ ફૂડ પેકેટ્સ- ૨૨,૭૩૩ રાશન કીટનુ વિતરણ
• આવશ્યક સેવાઓ અને વસ્તુઓના વ્યાપાર સાથે સંકળાયેલા ૩૧,૪૬૪ પાસ અપાયા
………
અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી કે.કે. નિરાલાએ જણાવ્યું છે કે, નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં જિલ્લા વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે અને લોકોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાનો પુરવઠો જાળવી રાખવા કટિબધ્ધ છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે, રાશનકાર્ડ ન ધરાવતા શ્રમિકોને અન્નમબ્રહ્મ યોજના હેઠન આવરી લેવાયા છે. સર્વેની કામગીરી બાદ અમદાવાદ ગ્રામ્યમાં ૧૦,૨૪૧ અને શહેરી વિસ્તારમાં ૧,૦૦,૮૦૬ લાભાર્થો નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી અમદાવાદ ગ્રામ્યમાં ૧૦,૧૦૭ અને શહેરી વિસ્તારમાં ૯૦,૬૫૧ લાભાર્થિઓને અનાજ વિતરણ કરાયું છે. આ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ૯૯ % અને શહેરી વિસ્તારમાં ૯૦ % જેટલી કામગીરી પુર્ણ કરાઈ છે.

જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક-સેવાભાવી સંગઠનો મળીને કુલ ૧૫,૨૫,૭૦૯ ફૂડ પેકેટ્સ તથા ૨૨,૭૩૩ રાશન કીટનુંનું વિતરણ થયું છે. સમગ્ર જિલ્લામાં ૫૯ આશ્રયકેન્દ્રો- શેલ્ટરહોમ કાર્યરત કરાયા છે જેમા ૧ હજાર જેટલા લોકોએ આશ્રય મેળવ્યો છે. લોકડાઉન ઉલ્લંઘનના ૧,૮૨૭ કિસ્સા સામે આવ્યા છે, ૨૮૩ વાહન ડિટેઇન કર્યા છે, ૧,૦૫૫ લોકોની અટકાયત કરાઇ છે તથા ૪૮૯ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કલેકટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લા મથકે કાર્યરત કંટ્રોલરૂમમાં ૩,૯૬૩ લોકોએ ફોન કરી સમસ્યાનું સમાધાન મેળવ્યું છે. બહુધા રાશન, વાહન વ્યવહાર, દૂધ, કરીયાણુ, દવા, તબીબી જરૂરિયાત, પાણી અને સફાઈને લગતી સમસ્યાઓ માટે નાગરિકોના ફોન આવી રહ્યા છે. શહેરી વિસ્તારમાંથી આવતા ફોન મહાનગરપાલિકાને ડાયવર્ટ કરવામાં આવે છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તરે ૨૭૫૫ આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ૫૪૫ પ્રવાસીઓ દેખરેખ હેઠળ છે. જાહેરમાં થૂંકવાના કિસ્સામાં ૨૫૭ લોકો પાસેથી ૫૯, ૪૭૦ નો દંડ લેવામાં આવ્યો છે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૩,૩૨,૯૪,૪૭૩નું દાન સ્વીકારવામાં આવ્યું છે. સાથેજ તેઓએ જિલ્લાના શ્રેષ્ઠીઓ-મહાનુભવોને ઉદાર હાથે ઉક્ત ફંડમાં ફાળો આપવા અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.