Western Times News

Gujarati News

જાહેરમાં થૂંકતા પકડાશો તો રૂ.૫૦૦ નો દંડ થશે

Illustration: Ratna Sagar Shrestha

મોરબી જીલ્લામાં જાહેરમાં તમાકુનું સેવન અને થૂંકવા પર પ્રતિબંધ

મોરબી તા.૧૮ એપ્રિલ, હાલમાં સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯) ના સંક્રમણથી પ્રભાવિત થયેલ છે, તેમજ ભારતના તમામ રાજ્યો પણ આ રોગથી પ્રભાવિત થયેલ છે, આ રોગના અટકાયતી પગલાના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) દ્વ્રારા “ધૂમ્રપાન રહિત તમાકુનું સેવન ન કરવા અને જાહેરમાં ન થૂંકવા” અંગે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કારણ કે, ધૂમ્રપાન રહિત તમાકુનું સેવન કરી જાહેરમાં થૂંકવાથી કોવિડ-૧૯ નો ફેલાવો થાય છે.

ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ(કોવિડ-૧૯) ના રોગચાળાને અટકાવવા જાહેરમાં થૂંકવાં પર પ્રતિબંધ હોય જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જાહેરમાં થૂકવું નહીં તથા છીંક /ઉધરસ ખાતી વખતે મોં આડે રૂમાલ રાખવો તેમજ હાથ મિલાવવા નહીં, જો કોઈ જાહેરમાં થૂંકતા પકડાશે તો તેને રૂ.૫૦૦ નો દંડ થઈ શકે છે. તેમ મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધીકારી ની યાદી માં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.