Western Times News

Gujarati News

“કોવિડ ડેડીકેટેડ સિવિલ હોસ્પિટલમાં અમને કોઈ તકલીફ નથી પડી…”

“તબીબો અને સ્ટાફનો વહેવારઅત્યંત આત્મીય રહ્યો…”જોધપુરના દર્દી શ્રી કિશન અગ્રવાલ

કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવોડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.

અહીં સારવાર લઈને સાજા થઈ પરત ફરી રહેલા શ્રી કિશન અગ્રવાલે કહ્યું હતું કે, “અહીં મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી….તબીબો અને સ્ટાફનો વ્યવહાર અત્યંત આત્મીય અને વ્યવહારુ રહ્યો…સાચુ કહુ તો મને અહીં ઘર જેવો માહોલ લાગ્યો… બેશક મને ઘરે જવાનો આનંદ છે પણ અહીંના સ્ટાફ સાથે આત્મીયતા બંધાઈ ગઈ છે….”

જોધપુરના નિવાસી શ્રી કિશન અગ્રવાલ આમ તો દુબઈની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે. દુબઈથી પરત ફર્યા ત્યારે તેમના ટેસ્ટ દરમ્યાન તેમને કોરોના પોઝીટીવ જણાયો… અને તેમને આ કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં દાખલ કરાયા….૧૯માર્ચેકરાયેલા અગ્રવાલજીને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી…

તેઓ કહે છે કે, “અહીં ખાવા-પીવા અને રહેવા એમ કોઈ પણ પ્રકારની ખામી નથી… કદાચ આવું વાતાવરણ તો મને ઘરે પણ ન મળત…” તેવા પ્રતિભાવ સાથે શ્રી અકિશન અગ્રવાલે હોસ્પિટલના તમામ સ્ટાફ અને સમગ્ર તંત્રને લાખ લાખ આભિનંદન આપી સૌનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.