Western Times News

Gujarati News

RILની વાર્ષિક ધોરણે વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક પ્રથમ વખત રૂ. 1,00,000 કરોડને પાર

ડિજીટલ સેવાઓની વિક્રમજનક વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક રૂ. 6, 452 કરોડ, જે વાર્ષિક ધોરણે 42.9 ટકા ઊંચી

સી.એમ.ડી. મૂકેશ અંબાણીએ આર.આઇ.એલ.માં લાગતમાં ઘટાડાનું નેતૃત્વ કરશે – જ્યાં સુધી કોવિડની અસર પૂરી ન થાય ત્યાં સુધી પગાર નહીં લે

એપ્રિલ 30, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આર.આઇ.એલ.) દ્વારા 31 માર્ચ 2020ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળાના ઓડીટ થયેલાં પરિણામો આજે જાહેર થયાં. અગાઉના નાણાંકીય વર્ષની સરખામણીએ નાણાંકીય વર્ષ 2018-19નાં નાણાંકીય પરિણામોની ધ્યાન ખેંચતી બાબતો આ મુજબ છે. આર.આઇ.એલ. ની ચોથા ત્રિમાસિક ગાળાની કોન્સોલિટેડ કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છેઃ

આવક 2.5 ટકા ઘટીને રૂ.151,209 કરોડ (20 બિલિયન અમેરિકન ડોલર) થઇ વ્યાજ, ઘસારા અને કરવેરા પહેલાંની આવક 7.6 ટકા વધીને રૂ.25,886 કરોડ ( 3.4 બિલિયન અમેરિકન ડોલર) કરવેરા પહેલાંનો નફો (અપવાદરૂપ વસ્તુઓને બાદ કરતાં) 2.7 ટકા ઘટીને રૂ.13,490 કરોડ ( 1.8 બિલિયન અમેરિકન ડોલર) થયો. રોકડ નફો 12.8 ટકા વધીને રૂ. 18,446 કરોડ (2.4 બિલિયન અમેરિકન ડોલર) થયો.

અપવાદરૂપ વસ્તુઓને બાદ કરતાં ચોખ્ખો નફો 3.7% વધીને રૂ. 10,813 કરોડ થયો છે. (1.4 બિલિયન અમેરિકન ડોલર)
અપવાદરૂપ વસ્તુઓ સહિતનો ચોખ્ખો નફો 37.2% ઘટીને રૂ. 6,546 કરોડ થયો છે. (0.9 બિલિયન અમેરિકન ડોલર)

પરિણામો ઉપર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, ભારત અને સમગ્ર વિશ્વ આપણી પેઢીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યાં છે ત્યારે કોવિડ-19 રોગચાળાએ સર્જેલા અસામાન્ય સંજોગોને રિલાયન્સે આપેલા મજબૂત પ્રતિસાદથી મને આનંદ થયો છે.

હું દૃઢતાપૂર્વક માનું છું કે માનવ જીવન – સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા સિવાય દરેક માનવના જીવનનું મૂલ્ય- થી વધારે વિશ્વમાં કશું જ પણ મૂલ્યવાન નથી. તેથી જ મૂલ્યસર્જનનું ઉચ્ચતમ કાર્ય માનવ જીંદગીને બચાવવામાં, માનવ આરોગ્યને સુનિશ્ચિત કરવામાં, માનવના સ્વાસ્થ્ય અને ખુશીને વધારવામાં રહેલું છે. રિલાયન્સમાં અમે અમારા વ્યવસાયો અને સખાવતી પ્રવૃત્તિઓની સફળતાની ચકાસણી અને માપન નૈતિકતાના ધોરણે જ કરીએ છીએ.

ભારતની કોવિડ-19 રોગચાળા સામેની લડાઇમાં રિલાયન્સે આ જ ફિલોસોફી અપનાવી છે અને હવે પછી અપનાવશે. અમે સમગ્રલક્ષી, સાતત્યપૂર્ણ અને પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરનારા આગમચેતી, નિવારણ અને સહાયના બહુઆયામી વ્યૂહ પર અથાગરીતે કાર્ય કરી રહ્યા છે. આર.આઇ.એલ.એ રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ રિટેલ, જિયો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ પરિવારના તમામ સફ્યોની સામુહિક તાકાત સુસંકલિત રીતે ભારતની સરકાર (કેન્દ્ર,રાજ્ય અને સ્થાનિક સ્તરે) અને નાગરીક સંગઠનોના પ્રયત્નો સાથે સાંકળી દીધી છે.

આ તકનો લાભ હું કોરોના આફતને પહોંચી વળવા માટે ભારતના રાષ્ટ્રીય પ્રયાસોમાં ભારતીય ઉદ્યોગ અને વ્યવસાયના તમામ ઘટકોના મહત્વપૂર્ણ પ્રદાનની પણ નોંધ લેવા માટે કરું છું.

આજે મને જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે વૈશ્વિક રોગચાળાના કારણે ઉભી થયેલા ભયાવહ પડકારો છતાં અમારી કંપનીએ નાણાંકીય વર્ષ 2019-20માં પણ અગાઉની જેમ જ પ્રદર્શન કર્યું છે.

અમારા ઓ2સી(ઓઇલ ટુ કેમિકલ) વ્યવસાયોએ તેના સંકલિત પોર્ટફોલિઓ, લાગતની સ્પર્ધાત્મકતા, પૂરવઠામાં સ્થિતિસ્થાપકતા અને ઉત્પાદનોને બજારમાં રજૂ કરવાની ક્ષમતાઓને કારણે આવક જાળવી રાખી છે. અમે અમારા તમામ મુખ્ય ઉત્પાદન એકમોનું પરિચાલન સામાન્ય યુટીલાઇઝેશન દરે ચાલુ રાખ્યું છે.

અમારા કન્ઝ્યુમર વ્યવસાયોએ તેમનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બનાવ્યું અને સમગ્ર વર્ષ દરમિયાન તમામ પરિચાલન અને નાણાંકીય માપદંડો પર મજબૂત વૃધ્ધિ નોંધાવી. રિટેલ અને જિયો બંને એ વધારે સારી ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો અને સેવાઓ ભારતીય ગ્રાહકોને પૂરી પાડવાની દિશામાં કાર્ય કર્યું.

અમારા કન્ઝ્યુમર વ્યવસાયો અને નવી પહેલોમાં અમારા રોકાણના આયોજનો પ્રત્યે અમે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છીએ. અમે મોટી તકના દરવાજે આવીને ઊભા છીએ અને અમારો રાઇટ્સ ઇશ્યુ અને તમામ ઇક્વિટી વ્યવહારો રિલાયન્સને અને અમારા તમામ હિતધારકો માટે મોટા પ્રમાણમાં મૂલ્ય સર્જન કરવાની અમારી સ્થિતિને વધારે મજબૂત બનાવશે.

ખરેખર, કોરોનાની કટોકટીને નવી તકમાં ફેરવીને રિલાયન્સ તેના આયોજનોને નાવિન્યપૂર્ણ રીતે આગળ ધપાવીને વધારે મોટા સામાજિક અને શેરધારકોના મૂલ્યનું સર્જન કરશે. મને વિશ્વાસ છે કે આપણું ભારત અને રિલાયન્સ કોવિડ-19 પછીના વિશ્વમાં વધારે મજબૂત બનીને ઊભરી આવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.