Western Times News

Gujarati News

કથાકાર-પૂજારી-કર્મકાંડીઓને રાહત પેકેજ આપો – સીએમને પત્ર

અમદાવાદ, ભાવનગર સહિતના ૧૦૦થી વધુ કથાકારોએ પત્ર લખીને આર્થિક સંકટમાં મદદ માટે વિનંતી કરી
અમદાવાદ, વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનને કારણે આર્થિક રીતે સંકટ અનુભવી રહેલા રાજ્યનાં કથાકાર, પૂજારી, કર્મકાંડીઓને રાહત પેકેજ આપવા માટેની રજૂઆત થઈ છે અને આ અંગેનો ૧૦૦થી વધુ પત્રો પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમદાવાદ, ભાવનગરના કથાકારોએ લખ્યા છે.

આ અંગે અમદાવાદનાં કથાકાર ડો રામેશ્વર બાપુ હરિયાણીએ મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં લગભગ ધંધા-રોજગાર બંધ છે. એવા સમયમાં ગુજરાતમાં કથાઓ, મંદિરની પૂજાઓ, કર્મકાંડ કરતા દરેક વ્યÂક્તની આર્થિક Âસ્થતિ ખરાબ છે માટે આણ સરકારને ભલામણ કરવામાં આવે છે અને આશા રાખવામાં આવે છે કે કથાકારો, મંદિરના પૂજારીઓ અને કર્મકાંડ કરનારા ભૂદેવોના વિષયમાં ઉંડો વિચાર કરીને આવનાર સમયમાં આર્થિક સહાય સરકાર તરફથી પ્રાપ્ત થાય. કથાકાર, પૂજારી, અને કર્મકાંડ કરનારા સૌનાં વિષયમાં સરકાર વિચાર કરે તેવોઅમને ભરોસો છે.

તેમણે એવું પણ ઉમેર્યુ છે કે અમદાવાદ ઉપરાત ભાવનગરથી કથાકાર વિષંણુ બાપુએ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ સંદર્ભમાં પત્ર લખ્યો છે. અને યોગ્ય કરવા માટેની વિનંતી કરી છે. જેમ અન્ય ક્ષેત્રના લોકોને આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે ત્યારે કથાકાર, મંદિરના પુજારી, અને કર્મકાંડીઓને પણ રાહત પેકેજ આપવું જાઈએ. વર્તમાન મહામારીમાંથી સમગ્ર વિશ્વ, આપણું રાષ્ટ્ર અને આપણું પોતીકું ગુજરાત હેમખેમ પાર ઉતરે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. ગત અક્ષય તૃતીયા-અખાત્રીજે એ માટે વિશ્વશાંતિ યજ્ઞ પણ કથાકારો, કર્મકાંડી ભૂદેવો દ્વારા ગુજરાતમાં કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.