Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં સોમવારથી રાશન કાર્ડધારકોને અનાજ વિતરણ કરાશે

નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને સોમવારથી મળશે રાશન
કન્ટેનમેન્ટ વિસ્તારમાં સવારના 8 થી બપોરના ૧ સુધી મળશે રાશન
અમદાવાદ શહેરમાં કાર્યરત ૭૫૦ વ્યાજબી ભાવની દુકાનો ઉપરથી કુલ ૭,૧૧,૫૦૪ નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને તા. ૧૮-૫-૨૦૨૦ થી ૨૩-૫-૨૦૨૦ દરમિયાન કાર્ડ દીઠ ઘઉં ૧૦ કિ.ગ્રા. ચોખા ૩ કિ.ગ્રા. ખાંડ ૧ કિ.ગ્રા અને ચણાદાળ ૧ કિ.ગ્રાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૧૦ વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 8:00 કલાકથી બપોરના 01:00 વાગ્યા સુધી જ રાશન વિતરણ કરવામાં આવશે.

જ્યારે એ સિવાયના વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 08:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી રાશન જથ્થો વિતરણ કરવામાં આવશે.  રેશનકાર્ડના અંતિમ અંક ૧ અને ૨ હોય તેમના માટે ૧૮-મે, અંતિમ અંક ૩ અને ૪ હોય તેમના માટે જથ્થો મેળવવાનો દિવસ 19-મે, અંતિમ અંક ૫ અને ૬ હોય તેમના માટે 20-મે, અંતિમ આંક 7 અને 8 હોય તેમના માટે ૨૧-મે અને અંતિમ આંક 9 અને 0 હોય તેમના માટે 22-મે નો દિવસ રાશન વિતરણ માટે નિયત કરવામાં આવ્યો છે.

એન.એફ.એસ.એ. અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળવાપાત્ર જથ્થાનું વિતરણ અમદાવાદ શહેરમાં સોમવારથી કરવામાં આવનાર નથી. આ માટેની તારીખ અલગથી જાહેર કરવામાં આવશે તેમ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક અમદાવાદ શહેરની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.