Western Times News

Gujarati News

દહેજમાં આવેલી યશસ્વી રસાયણમાં બ્લાસ્ટ : ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ભરૂચ, ભરૂચ જીલ્લાના દહેજ પંથકની સેઝ ૨ માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બોઈલર માં બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળતા આજુબાજુની અનેક કંપનીઓને નુકસાન પહોંચ્યું હતું.ભયંકર આગ ઉપર કાબુ મેળવવા માટે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

ભરૂચ જીલ્લાના દહેજ પંથકની જીઆઈડીસી અને સેઝ માં આવેલી કંપનીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ માં હજારો નિર્દોષ કામદારો જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે આજરોજ દહેજના લખીગામ લુવારા પાસે આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં અચાનક બોઇલરમાં બ્લાસ્ટ થવાની ઘટનાના પગલે આસપાસ ની અન્ય કંપનીઓમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.આગ એટલી ભયંકર બની છે કે આગને કાબુમાં લેવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

ત્યારે હજુ પણ આ કંપનીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તે હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી.પરંતુ કંપનીમાં ૧૦૦ થી વધુ કર્મચારીઓ હોવાની માહિતી સાંપડી રહી છે.આગના પગલે આસપાસના ગામોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હોવાની સૂત્રો પાસે થી માહિતી સાંપડી છે.ત્યારે હવે કંપનીમાં આગ ની ઘટના બાદ મૃત્યુ આંક કેટલો બહાર આવે છે તે જોવું રહ્યું.પરંતુ એક વાત ચોક્કસ છે આગ સમેટાયા બાદ મૃત્યુ આંક મોટો સામે આવે તો નવાઈ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.