Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે યુવાનને કોરોના પોઝિટિવ કેસ આવ્યો.

૩૩ વર્ષીય યુવાનને ટી.બી ની બીમારી હોય ગોવાલી પીએચસી દ્વારા તેને માર્ચ થી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો હતો.

દર્દીની તબિયત વધુ લથડતા ગતરોજ તેને કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ભરૂચ, ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ૩૩ વર્ષીય યુવાન હરેશ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોવાલી પીએસસી દ્વારા હરેશ વસાવાને માર્ચ મહિનાથી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો જેમાં એપ્રિલ માસમાં તેને ટીબી હોવાનું બહાર આવ્યું હતું. ગત રોજ તબીબો દ્વારા તેનો કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આજરોજ તાલુકાનો બીજો કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યો છે.

તાલુકાના રાણીપુરા ગામે રહેતા હરેશભાઈ કાલીદાસભાઈ વસાવાને ગોવાલી પીએચસી દ્વારા માર્ચ મહિનાથી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો. સમયાંતરે તેની સારવાર ચાલુ હતી તે દરમિયાન તેને ટીબી હોવાના ચિન્હો જણાયા હતા. જેથી એપ્રિલ માસમાં તેને ટીબી હોવાનુ તબીબો દ્વારા  જણાવાયું હતું.ગતરોજ તબીબો દ્વારા તેની કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

તાલુકામાં બીજો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું અને કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનોની બધી માહિતી મેળવી તમામ ૧૪ સભ્યોને અવિધા ખાતે ઉભી કરાયેલ ફેસીલીટી કવોરેંટાઈન વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાણીપુરા ગામ ખાતે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા કોરોના દર્દીના રહેઠાણ થી આશરે ૩૦૦ મીટર જેટલા વિસ્તારને કવોરેંટાઇન કરવામાં આવ્યો છે.૧૮ જેટલા તમામ પરિવારોને ઘરની બહાર નહીં નીકળવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.હરેશ વસાવાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલ થી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

કોરોના પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી : ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે આજરોજ હરેશભાઈ કાલીદાસભાઈ વસાવા નામના ૩૩ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસવામાં આવી હતી. જેમાં હરેશ વસાવા સેલવાસ દમણ અને વાપી ટ્રાવેલ કરીને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
 આરોગ્ય વિભાગ દ્વારા રાણીપુરા ગામ નો સર્વે કરવામાં આવશે. 
આજરોજ રાણીપુરા ગામના ૩૩ વર્ષીય યુવાનને કોરોના પોઝેટીવ આવતા વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠયું હતું. છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ગોવાલી પીએસસી દ્વારા  હરેશ વસાવાને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલ.ટીબી ના દર્દી હરેશ વસાવાને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આજ રોજથી રાણીપુરા ગામની તમામ વસ્તીનો આરોગ્ય સર્વે કરવામાં આવશે તેમ ગોવાલી પીએચસી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.