Western Times News

Gujarati News

રાજ્ય સરકારે ૧૪ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

File

ગાંધીનગર, સીએમ રૂપાણીએ રાજ્યના લોકોને મોટી ભેટ આપી છે.૧૪ હજાર કરોડનઈ રાહત પેકેજની જાહેરાત કરી છે. નાની નાની દુકાનો, પ્રોવીઝન, સ્ટોર, મોબાઈલ મેડિકલ, વગેરેમાં ૩ મહિના માટે વીજદર ૧૫ ટકા લેવામાં આવશે. ૩૦ લાખ દુકાનદારો કારીગરોને લાભ મળશે. ૮૦ કરોડનો લાભ મળશે. આદિવાસી શ્રમિકના ઘરો માટે ૩૫૦ કરોડની ફાળવણી કરી છે. પાથરણાવાળા મજૂરોને છત્રી આપવા માટે ૧૦ કરોડ રૂપિયાની રૂપાણીએ જાહેરાત કરી છે.

શ્રમિકોના આરોગ્ય માટે ધનવંતરી રથ વધારવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. લોકડાઉને કારણે પરિવહન લક્ઝરી બસો, જીપ, વગેરેને અસર પડે છે. રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટબેઝ બસો વગેરે ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાં આવશે. ૨૩૦ કરોડનો રોડટેક્સ માફ કર્યો ૪૬૦ કરોડ રૂપિયા બાકી લેણાં પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે. ઝડપથી ઉદ્યોગોને વેગ મળે તે માટે રાહત મળશે. ખેતરોમાં ખેડૂતો નાનામાં નાના ગોડાઉન બનાવે માટે ૩૫ હજાર રૂપિયાની સરકારે સહાય જાહેર કરી છે. આ માટે ૩૫૦ કરોડનું પેકેજ જાહેર કરાયું છે. ખેડૂતોને નુક્સાન ન જાય માટે ગોડાઉનની સ્કીમ જાહેર કરી છે. મત્સ્ય ઉદ્યોગ માટે ૪૦ ઇનપુટ સાધનોની ખરીદીમાં પણ ૨૦૦ કરોડની રૂપાણીએ સબસિડી જાહેર કરી છે.

આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની મુદતમાં ૬ ટકા વ્યાજ સરકાર ભરશે. એકથી અઢી લાખ રૂપિયાની લોન માટે સરકારે ૮ ટકાના વ્યાજે પૈસા મળે એ માટે ૩૦૦ કરોડની ફાળવણી કરી છે. જેમાં ૪ ટકા રાજ્ય સરકાર સબસિડી આપશે. મહિલા સખી મંડળને ૦ ટકા વ્યાજે મળી રહે એ માટે ૨૦૦ કરોડ રૂપિયાની યોજના આજે જાહેર થઈ છે. રૂપાણી સરકારે મોડી સાંજે ૧૪ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરીને ગુજરાતીઓને ખુશ કરી દીધા છે. જેમાં ૯૨ લાખ વિજધારકો માટે ૧૦૦ યુનિટ સુધીનું વીજબિલ માફ કરી દીધું છે. આત્મનિર્ભર રાહત પેકેજમાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં ૨૦ ટકાની માફી આપી છે. રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે પણ રિકવરીનો રેટ પણ ઉંચો છે.

વિજયભાઈ રૂપાણીએ જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે,ગુજરાતમાં એક બેડમાં બેને સુવડાવ્યા પડ્‌યા નથી. છેલ્લા ૩ મહિનાથી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ રાત-દિવસ મહેનત કરી રહ્યો છે. સરકારની ટીકા કરવી એ બહુ સહેલી છે. કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે. સરકારે મહામારી વચ્ચે પણ રાત-દિવસ કામગીરી કરી છે. શ્રમિકોને ઘરે પહોંચાડવામાં પણ ગુજરાત સરકારે અવ્વલ દરજ્જાની ફરજ નિભાવી છે. આપણે તેમાં સફળ પણ રહ્યાં છીએ તમે જોજોને થોડા મહિનામાં આ જ મજૂરો ગુજરાતમાં રોજી રોટી માટે રિટર્ન આવી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.