Western Times News

Gujarati News

ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે કોરોનાનુ સંક્રમણ

નવીદિલ્હી, આખુ વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે, વર્લ્ડોમીટર મુજબ આખી દુનિયામાં કોરોનાથી ચાર લાખ ૧૧ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ૭૨ લાખથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે ૩૫ લાખ ૫૮ હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વળી, ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧,૨૯,૯૧૭ સક્રિય કેસ છે જ્યારે ૧,૨૯,૨૧૫ લોકો રિકવર થઈ ચૂક્યા છે ત્યારબાદ ભારતમાં સંક્રમિતોની સંખ્યા ૨.૬૭ લાખને પાર પહોંચી ચૂકી છે. સૌથી વધુ ચિંતા ભારતની છેલ્લા બે સપ્તાહમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણો વધારો થયો છે.

જો છેલ્લા બે સપ્તાહના આંકડાઓ પર નજર નાખીએ તો કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત મોટા દેશોમાં અમેરિકા, રશિયા અને બ્રિટનમાં ઘટતા સંક્રમણના મુકાબલે ભારત અને બ્રાઝિલમાં આની ગતિ બહુ ઝડપી થઈ રહી છે. સૌથી વધુ ચિંતા ભારતની છે. જ્યાં બે સપ્તાહ પહેલા બ્રાઝિલથી પાછળ રહ્યા બાદ આ સપ્તાહે નવા સંક્રમણનો દર તેનાથી પણ આગળ નીકળી ગયો છે કે જે સારા સંકેત નથી. અમેરિકા હજુ પણ ટાપ પાઝિશનમાં હાલમાં કોરોના સંક્રમણના કેસમાં અમેરિકા હજુ પણ ટાપ પાઝિશનમાં છે. વળી, લગભગ ૭ લાખ કેસો સાથે બ્રાઝિલ બીજા જ્યારે લગભગ ૫ લાખ કેસો સાથે રશિયા ત્રીજા નંબર પર છે.

ભારત હાલમાં ૫માં નંબર પર ચાલી રહ્યુ છે પરંતુ સંક્રમણની દરની ગતિ જો આ જ રહી તો તે ચોથા નંબરે ચાલી રહેલ બ્રિટનને ઘણી સરળતાથી પાછળ કરી દેશે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ રહો સાવચેત જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે કોરોના સામે જંગમાં બીજા દેશોના મુકાબલે ભારત સારી સ્થિતિમાં છે પરંતુ આપણે સતત સતર્ક રહેવાની જરૂર છે. આરોગ્ય મંત્રીએ એ વાત પર જોર આપ્યુ કે અનલાક-૧માં લોકોને વધુ સજાગ રહેવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.