Western Times News

Gujarati News

નેપાળના નવા નક્શાનો વિરોધ કરનાર સાંસદના ઘર પર હુમલો

કાઠમંડૂ,  નેપાળના નવા રાજનીતિક નક્શાને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના ઘરની બહાર લોકોને કાળો ઝંડો ફરકાવ્યો અને તેમને દેશ છોડવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ મદદ માટે આવી નહતી. તેમની ખુદની પાર્ટીએ પણ તેમને સાથ આપવાનો ઈન્કાર કર્યો છે. વાસ્તવમાં જનતા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા ગિરીએ નેપાળની સંસદના નીચલા ગૃહમાં નવા રાજનીતિક નક્શા અને એક નવા રાષ્ટ્રીય પ્રતિક ચિહ્નને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે ઓલી સરકારના સંશોધન પ્રસ્તાવને રદ્દ કરવાની માંગ કરી હતી.

આ ઉપરાંત તેમણે પોતાનો એક અલગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરિતા ગિરીએ દાવો કર્યો હતો કે, “ચીનના ઈશારે નેપાળ નક્શામાં પરિવર્તન કરવા માંગે છે. નેપાળના લોકો પોતે પણ નથી ઈચ્છતા કે નક્શાને લઈને ભારત સાથે કોઈ વિવાદ ઊભો થાય. નવો નક્શો રજૂ કરતા પહેલા નેપાળે ભારત અને ચીન સાથે વાતચીત કરવી જોઈતી હતી.

હવે આ મામલે તેમની પાર્ટી પણ તેમનો વિરોધ કરી રહી છે. તેમની પાર્ટીએ આદેશ આપ્યો છે કે, તેઓ તરત જ પોતે રજૂ કરેલો પ્રસ્તાવ પરત ખેંચો, નહીં તો તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. સરિતા ગિરીનું કહેવું છે કે, નેપાળના નવા નક્શામાં જે વિસ્તારોને જાડવામાં આવ્યા છે, તેના પુરતા પુરાવા નથી. સરિતા ગિરીએ પાર્ટીના સાંસદ છે, જે આ પ્રસ્તાવનો વિરોધ કરવા માટે બની હતી. બે પાર્ટીઓના વિલયથી આ પાર્ટી બની હતા જેમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા પાર્ટીનું વિલય થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.