Western Times News

Gujarati News

હવે ફક્ત નો બોલ નહીં, વાઈડ બાલ ઉપર પણ મળશે ફ્રી હિટ

પ્રતિકાત્મક

બિગ બેશ આવનાર સિઝનમાં કેટલાક નવા નિયમો સાથે રમાશેઃ જે આ રમતને પૂરી રીતે બદલી શકે છેઃ રિપોર્ટ
નવી દિલ્હી, કોરોના વાયરસે બધું બદલી નાખ્યું છે, હવે તેમાં ક્રિકેટના નિયમો પણ બદલી ગયા છે. આઈસીસીએ હાલમાં જ આ મહામારીના કારણે ક્રિકેટના ઘણા નિયમો બદલ્યા છે. જેમાં સૌથી મુખ્ય બોલરો દ્વારા બોલ પર લાળ ન લગાવવાનો નિયમ સામેલ છે. આ સિવાય ટેસ્ટ ટીમમાં ચાર અને ટી-૨૦માં બે-બે ડીઆરએસ પણ લઈ શકાશે. જા કે તમને ખબર છે દુનિયાની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગમાંથી એક બિગ બેશમાં પણ મોટો ફેરફાર આવી શકે છે.

બિગ બેશ આવનાર સિઝનમાં કેટલાક એવા નિયમો સાથે રમાશે, જે આ રમતને પૂરી રીતે બદલી શકે છે. બિગ બેશ લીગમાં ઘણા નિયમોને બદલવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં પ્રથમ છે ૧૦ ઓવર પછી બોનસ પોઈન્ટ. બિગ બેશ લીગની મેચ તો ૨૦-૨૦ ઓવરની હશે પણ ૧૦ ઓવર પછી બંને ટીમોનો સ્કોર જોવામાં આવશે, તે આધારે ટીમને બોનસ પોઈન્ટ મળશે.

મતલબ જે ટીમ પહેલા ૧૦ ઓવરમાં વધારે રન બનાવશે તેને તે બોનસ પોઈન્ટ મળશે. બિગ બેશ લીગની આગામી સિઝનમાં બીજા એક નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ નિયમ પ્રમાણે બંને ટીમો ૧૦ ઓવર પછી સબ્સિટ્યૂટ ખેલાડી મેદાનમાં ઉતારી શકશે. એનો અર્થ એ થયો કે ટીમ પોતાની પરિસ્થિતિ પ્રમાણે ખેલાડી બદલી શકશે. બિગ બેશ લીગમાં બે પાવરપ્લેનો નિયમ લાગુ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. નિયમ પ્રમાણે પ્રથમ પાવરપ્લેમાં ચાર ઓવર ફેકવામાં આવશે ત્યારબાદ પાવરપ્લેની બે ઓવર ઈનિંગ્સમાં ક્યાંય પણ પોતાની સ્થિતિ પ્રમામે બેટિંગ કરનારી ટીમ લઈ શકશે.

અત્યાર સુધીના નિયમ પ્રમાણે નો બોલ પર ફ્રી હિટનો નિયમ છે પણ બિગ બેશ લીગની આગામી સિઝનમાં વાઇડ બોલ ઉપર પણ ફ્રી હિટના નિયમનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જાે આમ થશે તો રનનો ઢગલો થઈ જશે અને બોલરોની વધારે પડતી પિટાઇ થશે. બિગ બેશ લીગની આગામી સિઝન માટે દરેક પાંચ ઓવરમાં રણનીતિ બનાવવા માટે બ્રેકનો પ્રસ્તાવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.