Western Times News

Gujarati News

અમદાવાદમાં દૈનિક સરેરાશ 293 કેસ: ઉત્તર અને પૂર્વઝોન હોટસ્પોટ બન્યા

ઉતરઝોનમાં માત્ર 14 દીવસમાં  843 કેસ અને 89 મૃત્યુ 

(દેવેન્દ્ર શાહ), અમદાવાદ, રાજ્યના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના કેસ અને મરણની સંખ્યામાં અસામાન્ય વધારો થયો છે.અમદાવાદના હોટસ્પોટ બનેલા મધ્યઝોનના કોટવિસ્તાર કે જ્યાં શહેરના સૌથી વધુ કેસો હતાં ત્યાં પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મધ્યઝોનમાં પોઝિટિવ કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.મધ્યઝોનની જેમ અન્ય હોટસ્પોટ દક્ષિણઝોનમાં પણ પોઝીટીવ કેસ અને મૃત્યુઆંક ઘટી રહ્યા છે.જયારે ઉતરઝોનમાં પોઝિટિવ કેસ અને મરણની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે.

અનલોક -1 દરમ્યાન પ્રથમ બે સપ્તાહમાં નોંધાયેલ પોઝિટિવ કેસના લગભગ 20 ટકા કેસ અને 27 ટકા મરણ માત્ર ઉતરઝોનમાં કન્ફર્મ થયા છે.અનલોક 1 માં પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન માં પણ કેસ વધી રહ્યા છે. શહેર માં પ્રથમ ચાર લોકડાઉન કરતા અનલોક 1 માં દૈનિક સરેરાશ કેસ અને મરણ વધ્યા છે.

રાજ્યમાં લોકડાઉન 4.0 બાદ અનલોક 1 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઘણી બધી છુટછાટ આપવામાં આવી છે. અનલોક-1ના પ્રથમ બે સપ્તાહ દરમ્યાનઅમદાવાદ શહેરમાં 4104 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 327 દર્દીના મૃત્યુ થયા છે. આમ, અનલોક 1માં દૈનિક સરેરાશ 293 કેસ ક 23.4 મૃત્યુ કન્ફર્મ થયા છે. પ્રથમ સપ્તાહમાં દૈનિક સરેરાશ કેસની સંખ્યા 278 હતી જયારે બીજુ સપ્તાહ પૂર્ણ થતાં સુધી દૈનિક કેસની સરેરાશ 293 થઈ ગઈ છે.

સરકાર ઘ્વારા અમલી લોકડાઉનના ચાર તબકકા કરતા અનલોક-1માં દૈનિક સરેરાશ કેસ અને મરણની સંખ્યામાં અસામાન્ય વધારો થયો છે.લોકડાઉન 1 ના 28 દિવસ દરમ્યાન દૈનિક સરેરાશ કેસની સરેરાશ માત્ર 16.12અને મૃત્યુ સરેરાશ 0.46 હતી.

જેની સામે લોકડાઉન 1માં થયેલ વધારો અસામાન્ય કહી શકાય તેમ છે. પરંતુ લોકડાઉન 3 માં દૈનિક સરેરાશ કેસ ની સંખ્યા 272 અને મરણ 22.42 હતા જયારે લોકડાઉન 4 માં ઘણી બધી છુટછાટ આપ્યા બાદ પણ દૈનિક સરેરાશ 262.5 કેસ અને 22.5 મૃત્યુ થયા હતા. જયારે અનલોકમાં દૈનિક સરેરાશ 293 કેસ નોંધાયા છે. આમ, લોકડાઉન 4.0 ની સરખામણીમાં દૈનિક સરેરાશ કેસ 30.5 કેસ અને 01 મરણ વધ્યા છે.

અનલોક 1 માં ઉતરઝોન હોટસ્પોટ બન્યું છે. અનલોક 1 ના પ્રથમ 05 દિવસ દરમ્યાન 1387 કેસ નોંધાયા છે. જે પૈકી ઉતરઝોનમાં 336 કેસ નોંધાયા હતા. જયારે 14 જૂન સુધી કુલ 4102 કેસ નોંધાયા છે. જે પૈકી ઉતરઝોનમાં 843 કેસ કન્ફર્મ થયા છે. જે કુલ કેસના લગભગ 20 ટકા થાય છે.જૂન મહિનામાંપ્રથમ બે સપ્તાહ દરમ્યાન 327 દર્દીઓના મૃત્યુ થયા છે જે પૈકી માત્ર ઉતરઝોનમાં જ 89 દર્દીના મરણ થયા છે.ઉતરઝોનમાં 7જૂને 11 અને 9 જૂને 10 વ્યક્તિના મરણ થયા હતા.

જૂન મહિનામાં થયેલ કુલ મૃત્યુના 27 ટકા માત્ર ઉતરઝોનમાં થયા છે. અનલોક-1માં પશ્ચિમઝોન પમહોટસ્પોટ બની રહ્યું છે. પશ્ચિમઝોનમાં જૂન મહિનાના પ્રથમ 14 દિવસમાં 750 કેસ નોંધાયા છે.પશ્ચિમઝોનમાં ચાલુ માસ દરમિયાન દૈનિક 50 કરતા પણ વધારે કેસ જાહેર થઈ રહ્યા છે.જૂન મહિના દરમ્યાન પશ્ચિમઝોનમાં 48 મૃત્યુ પણ થયા છે.

અનલોક-1માં ઉત્તરપશ્ચિમ ઝોનમાં ટકાવારીની દ્રષ્ટિએ લગભગ 90 ટકાનો અસામાન્ય વધારો થયો છે. 28મી મે સુધી ઉત્તરપશ્ચિમમાં કુલ 389 કેસ નોંધાયા હતા.જેની સામે ચાલુ મહિનાના પ્રથમ 14 દિવસમાં જ 341 કેસ કન્ફર્મ થયા છે.જયારે 13 વ્યક્તિના મરણ થયા છે.પૂર્વઝોનમાં ચાલુ માસમાં 762 કેસ જાહેર થયા છે. અનલોક 1 દરમિયાન  પૂર્વઝોનમાં 48 લોકોના મૃત્યુ થયા છે. જે ચાલુ માસમાં થયેલ કુલ મરણના 22 ટકા થાય છે.

જૂન મહિનામાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 320 તેમજ 21મૃત્યુ , મધ્યઝોનમાં 495 કેસ અને મરણ 37 તેમજ દક્ષિણઝોનમાં 591 કેસ અને 48 દર્દીઓના મૃત્યુ થયા છે આમ, અનલોક 1 દરમ્યાન ઉત્તર, પશ્ચિમ અને પૂર્વઝોનમાં કેસની સંખ્યા અસામાન્ય વધારો થયો છે. જયારે ટકાવારીની દ્રષ્ટિએ ઉત્તરપશ્ચિમઝોનમાં પરિસ્થિતિ ખરાબ થઈ છે. નોંધાયા છે.જૂન મહિનામાં મૃત્યુ ની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમજ રોજ 20 કરતા વધુ મરણ થઈ રહ્યા છે.

  અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ  શહેરમાં દૈનિક સરેરાશ 293 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.જે ચિંતા નો વિષય છે. એકતરફ કેસ વધી રહ્યા છે જયારે બીજી તરફ દર્દીઓને દાખલ થવા માટે રખડી રહ્યા છે. સ્માર્ટસીટી અને વિકાસ ની વાતો કરતા શાસકોના રાજમાં ત્રણ હજાર દર્દીઓને પણ સારવાર મળતી નથી તે અત્યંત શરમજનક બાબત છે. શહેરમાં મૃત્યુ પણ વધી રહયા છે. કદાચ દેશમાં સૌથી વધુ મૃત્યુદર પણ અમદાવાદ શહેરનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.