Western Times News

Gujarati News

ભરૂચના લીંકરોડ પરના ફ્લેટના ટેરેસ ઉપર ચાલતા જુગારધામ પર LCBના દરોડા

૩ લાખ રોકડા મળી કુલ ૭.૮૫ લાખના મુદ્દામાલ સાથે ૧૦ જુગારીઓ ઝડપાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર જુગાર રમતા ૧૦ જુગારીઓને રોકડા રૂપિયા,મોબાઈલ,વાહનો અને દારૂની બોટલ મળી કુલ ૭.૮૫ લાખના મુદ્દામાલ સાથે એલ.સી.બી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેર કાયદેસર ની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના આપી હતી.જે અનુસંધાને એલસીબીના પોલીસ ઈન્સપેક્ટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની બદીઓ ડામવા તાબાના અધીકારીઓ અને પોલીસ માણસોની અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવેલ તે પૈકી પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.ચૌહાણની ટીમ સાથે ભરૂચ શહેરમાં પ્રોહીબીશન અને જુગારના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમા હતી.

તે દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વર નગર ફ્લેટના ટેરેસ ઉપર રેડ કરતા જુગાર રમતા (૧) પ્રતીકકુમાર ઉર્ફે મોટુ ઉર્ફ બી.કે.ભરતભાઈ કાશીરામ પટેલ રહે.ફ્લેટ નંબર-૧ યોગેશ્વરનગર શંભુ ડેરી પાસે લીંકરોડ તા.જી.ભરૂચ (૨) કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવીણભાઈ રાણા રહે.એ/૫ શીવ શક્તી એપાર્ટમેંટ લીંકરોડ તા.જી.ભરૂચ (૩) કુણાલભાઈ જગદીશભાઈ પરમાર રહે.૬૧ રાજીવનગર ઝુપડપટ્ટી ભોલાવ તા.જી.ભરૂચ (૪) જતીનભાઈ રજનીકાંતભાઈ ચૌહાણ રહે.૨૦૪ શીલ્પી ડ્રીમ એપાર્ટમેન્ટ મકતમપુર તા.જી.ભરૂચ

(૫) વિવેકભાઈ કમલેશભાઈ પંડ્યા રહે.બી/૧૪ અમીધારા સોસાયટી ભોલાવ તા.જી.ભરૂચ (૬) સાઝીદ અહેમદ મીયા સૈયદ રહે.આલી ડીઝની વાડ વસંત મીલનો ઢાલ તા.જી.ભરૂચ (૭) ધ્રુવકુમાર નિલેશભાઈ પટેલ રહે.૨૫૨૬ મહાદેવ નગર ભોલાવ તા.જી.ભરૂચ (૮) વિરલભાઈ રાકેશભાઈ મોદી રહે.અયોધ્યાનગર સોસાયટી લીંકરોડ તા.જી.ભરૂચ (૯) મયુરભાઈ મહાવીરસિંહ પરમાર રહે.નવીનગરી મૈત્રી નગરની બાજુમા ભોલાવ તા.જી.ભરૂચ (૧૦) યોગેશભાઈ ભાયદાસભાઈ નીકુમ રહે.સી/૧૬ હરીધામ સોસાયટી તુલસીધામ રોડ તા.જી.ભરૂચ નાઓ ને ઝડપી પાડ્યા હતા.

જેઓ ની અંગ ઝડતી કરતા રોકડા રૂપીયા ૨,૬૧,૦૦૦,દાવ ઉપરના રોકડા રૂપીયા ૪૮ હજાર,૯ મોબાઈલ કિંમત રૂપિયા ૮૫ હજાર,૧ ફોર વહીલર કિંમત રૂપિયા ૨.૫૦ લાખ,૬ મોટર સાયકલ કિંમત રૂપિયા ૧.૪૦ લાખ તેમજ એક જુગારી પાસેથી  પ્રતીબંધીત ભારતીય બનાવટની વિદેશી દારૂની રોકફોર્ડની ૨ બોટલ કિંમત રૂપિયા ૧૦૦૦ મળી આવતા કુલ ૭.૮૫ લાખ ના મુદામાલ સાથે ઝડપાઈ જતા તમામ સામે કાયદેસર ની કાર્યવાહી કરી બે અલગ અલગ ગુન્હાઓ નોંધી આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન મા સોંપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.