Western Times News

Gujarati News

પ્રાંતિજમાં વિજ પ્રવાહના ધાંધીયાને લઈને રહીશો રાત્રે વિજકંપની ઓફીસ ખાતે પહોચ્યા

વિજકંપની મા કોઇ અધિકારીઓ ના હોવાથી રહીશો વિલા મોંઢે પરત ફર્યા .
 અવર-નવર વિજ પ્રવાહ બંધ થતાં રહીશોમાં રોષ .
 રજુઆત બાદ પણ કોઇ સાભળતુ નથી .
 એકજ દિવસમાં અગિયાર વખત વિજ પ્રવાહ બંધ થતા રહિશોનો ગુસ્સો સાતમાં આસમાને .
 રાત્રીના સમયે નાનીભાગોળ અને વ્હોરવાડ ના રહીશોએ વિજ કંપનીના દ્વાર ખખડાવ્યા .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિવિધ વિસ્તારોમાં અવરનવર વિજ ધાંધીયાથી કંટાળી ને રહીશો દ્રારા રાત્રીના સમયે વિજ કંપની ની ઓફિસ ખાતે દોડી આવ્યા. હતાં જોકે રાત્રીના સમયે કોઇ જવાબદાર અધિકારી ના હોવાથી રહીશો વિલામોઢે પરત ફર્યાં હતાં .

પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર માં  આવેલ અંબાજી માતાના મંદિર ના પાછળ ના વિસ્તારોના રહીશોને છેલ્લા કેટલાય દિવસો થી વિજધાંધીયા ને લઇને રહીશો દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રજુઆતો બાદ પણ વિજકંપની દ્વારા આ વિસ્તાર ના રહીશો નો પ્રશ્ન હલ ના કરતાં અને અવાર-નવાર છાશવારે વિજ પ્રવાહ ડુલ થતાં તથા વોલ્ટેજ વધઘટ ના પ્રશ્નો ને લઇને લેખિત તથા રૂબરૂમાં રજુઆતો કરવા છતાં રહીશો ની કપલને સોલ ના થતાં નાનીભાગોળ અંબાજી માતા ની પાછળ ના વિસ્તાર ના રહીશો વિજ ઓફિસ ખાતે રાત્રીના દશ વાગે દોડી આવ્યા

તો રહીશો દ્રારા કપલને સોલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચિમકી પણ આપવામાં આવે છે તો નાનીભોગોળ બાદ પ્રાંતિજ વ્હોરવાડ વિસ્તાર ના રહીશો પણ રાત્રીના બાર વાગે વિજ ધાંધીયાથી પરેશાન થઈ ને દોડી આવ્યાં હતાં અને ઓફિસ માં કોઇ પણ અધિકારી જોવા ના મલતા રોષ વ્યક્ત કર્યો હતો તો અવાર નવાર વિજ પ્રવાહ ખોરવાતા અસહ્ય ગરમી અને હાલ ઓનલાઈન ભણતર સહિત વિજ એકમો દ્વારા ચાલતાં ધંધા રોજગાર ઉપર પણ અસર વર્તાઇ છે


તો એકજ દિવસમાં અગિયાર વખત વિજ પુરવઠો ખોરવાતા રહીશો રાત્રીના સમયે પ્રાંતિજ રેલ્વે વિસ્તારમાં આવેલ વિજ કંપની ની ઓફિસ ખાતે લોકો ના ટોળીટોળા દોડી આવ્યા હતાં

પણ વિજ કચેરીએ રાત્રીના સમયે તાળાં અને માત્ર ટેલીફોન ઓપરેટ સિવાય એક જવાબદાર અધિકારી ના હોવાથી રજુઆતો કરવા આવેલ રહીશો નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો ત્યારે વિવિધ વિસ્તારના રહીશો દ્વારા વિજ ધાંધિયા થી પરેશાન થઇ ને રાત્રી ના સમયે દોડી આવ્યાં હતાં ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું રહીશો દ્વારા કરવામાં આવેલ રાત્રી રજુઆત ની અસર વિજ કંપની ઉપર પડશે કે કેમ એતો હવે જોવું રહ્યું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.