Western Times News

Gujarati News

ચાઈનીઝ ફૂડ પર પ્રતિબંધ મૂકોઃ મંત્રી આઠવલેની માગ

લોકોએ રિએક્શનમાં કહ્યુંઃ‘ફૂલકોબી મંચૂરિયન પણ ખાતા નહીં !’, આ મામલે લોકોએ રસપ્રદ રિએક્શન આપ્યા
નવી દિલ્હી,  ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. પૂર્વ લદાખમાં સોમવારે રાત્રે ભારત-ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં ૨૦થી વધુ ભારતીય જવાનો ઘાયલ થયા હતા. ત્યારબાદથી હવે દેશભરમાં ચીનમાં બનેલા સામાનનો બહિષ્કાર કરવાની લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી રામદાસ અઠાવલેનું નિવેદન આવ્યું છે. રામદાસ અઠાવલેએ કહ્યું કે, ભારતમાં વેચાતા ચાઈનીઝ ફૂડનો બહિષ્કાર કરવો જોઈએ. આ સાથે કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, રેસ્ટોરન્ટ કે રોડ સાઈડ વેચાઈ રહેલા ચાઇનીઝ ફૂડને ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. હૂં ભારતના લોકોને અપીલ કરું છું કે એ ચાઈનીઝ સામાનોની સાથે-સાથે ચાઈનીઝ ખાવાનો પણ બહિષ્કાર કરે. કેન્દ્રીય મંત્રીના આ નિવેદન બાદ ટિ્‌વટર પર – ગો કોરોના ગો, મન્ચુરિયન, ગો ચાઈના ગો – ટેગ્સ ટોપ ટ્રેન્ડ કરી રહ્યો છે.

ગો કોરોના ગો – નો નારો આપનાર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેને આ વખતે ચીન પર હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રીની અપીલ પછી લોકોએ સવાલ કર્યો કે ફૂલગોબી મન્ચુરિયન ભારતીય છે કે ચાઇનીઝ ? આ મામલે લોકોએ રસપ્રદ રિએક્શન આપ્યા છે. એક વ્યક્તિએ કેન્દ્રીય મંત્રી અઠાવલેને કહ્યું કે, તો હવે તમે ફૂલગોબી મંચૂરિયન ખાતા નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.