Western Times News

Gujarati News

સુરતની ઘટના બાદ ફાયર સેફટીના સાધનોમાં ભાવમાં ઉછાળો

અમદાવાદમાં પૂરતો સ્ટોક ન હોવાનું સ્વીકારવા કમ્લીટ ફાયર ડીઝાઈન સોલ્યુશનના ડીરેકટર મજબુરીનો લાભ લેતા ફાયરસેફટી માટેના સાધનો વેચતા દુકાનદારો

(પ્રતિનિધિ દ્વારા)

અમદાવાદ,

સુરતમાં ગત સપ્તાહે આગ લાગેલ જેમાં ર૦ બાળકોના મૃત્યુના સમાચારે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું અને સાત મ્યુ.કોર્પોરેશનના કમીશ્નરને ઉઘમાથી જાગ્યા, અને જેજે ઈમારતોમાં ફાયર સેફટીના સાધનો ચાલુ હાલતમાં ન હોય,ફાયર સેફટીના સાધનો જ નવસાયા હોય, એનઓસી ના લીધી હોય તેવી ઈમારતોનું ચેકીગ શરૂ કર્યું. ગેરકાયદેસર બાંધકામો તોડવાનું શરૂ કર્યું અને એક સપ્તાહની અંદર ફાયરસેફટીના સાધનો વસાવી લેવાનો આદેશ પણ અપાયો. રાજયસરકારે પણ ત્વરીતઆદેશ આપી ટયુશન કલાસીસો બંધ કરવા જણાયું.

શહેરમાં મ્યુ.કમીશ્નરે આદેશનું કડક પાલન થાય તે માટે અધિકારીઓ પણ આદેશ અને એસ્ટેટ વિભાગ તથા ફાયરસેફટીની ટીમે યુધ્ધના ધોરણે કામ શરૂ કર્યું ફાયરસેફટી ના વસાવવા,બિલ્ડરો, દુકાનદારો તથા ટયુશન કલાસીસના સંચાલકોએ ફાયરસેફટીના સાધનો વેચાતી દુકાનો પર જઈ ઓર્ડર નોધાવાનું શરૂ કર્યું સૌથી વધારે માંગ ફાયર એકસ્ટોન્ગિવીશ હોવાનું માગવા મળે છે. જેને કારણે અમદાવાદમાં તેની અછત ઉભી થઈ છે. કમ્પીલીટ ડીઝાઈનર સોલ્યુશનના મેનેજીગ ડીરેકટર હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે એકાએક માંગમાં વધારો થતાં અછત ઉભી થઈ છે.

આજે એકસ્ટેન્ગિવીશ અછત ઉભી થવાને કારણે તેના ભાવમાં એકાએક રૂ.ર૦૦થી વધારે રકમનો ઉછાળો આવી ગયો હોવાનું જાણવા મળે છે. એબીસી ટાઈપનું ૪ કિલોનું એકસ્ટેનના વિશ જે રૂ.૯૦૦ માં મળતું હતું.તેના પણ ભાવમાં રૂ.ર૦૦થી ૩૦૦ સુધીનો ઉછાળો  જાવા મળે છે. ફાયર સેફટીનાસાધનો વેચાતા ડીલર્સોનું માનવું છે કે એકાદ સપ્તાહમાં નવો સ્ટોક આવી જશે; પરંતુ માત્ર ૭૪ દિવસમાં ફાયરસેફટીના સાધનો તથા ફાયર લગાડવાના આદેશને કારણે મોઘાભાવે પણ બિલ્ડરો દુકાનદારો તથાશાળાના સંચાલકો તથા ટયુશનવર્ગો ચલાવતા સંચાલકો જે પૈસા માંગે તે પૈસા આપીને પણ ખરીદી રહયા છે.

ફાયરસેફટીના સાધનો તથાફાયરની વધુમાં વધુ કેટલી કિંમત લઈ શકાય તે માટે કોઈ કાયદાકીય નિયમ ન હોવાને કારણે ફાયરસેફટીના સાધનો વેચાતા દુકાનદારો મજબુરીનો લાભ લઈ રહયા હોવાનું ચર્ચાઈ રહયું છે.

શહેરમાં આજે હજારો ઈમારતો છે, જયાં ફાયરસેફટી નથી મોટાભાગની શાળા-કોલેજા તથા ટયુશન કલાસીસમાં પણ આ પરીસ્થિતી છે ત્યારે સરકારી ચુંગાલમાંથી ખર્ચવા તથા મ્યુ.કોર્પોરેશન સીલ ન મારે તે માટે ખરીદવા દોડાદોડ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આશ્રમરોડ પર આવેલ એકટીસ્ટોલના માલીકના જણાવ્યા પ્રમાણે સુરતની દુર્ઘટના બાદ તેને રૂ.ર૦૦૦ આવી ખરીદયું છે, જયારે ગયા પખવાડીયે તેનો ભાવ રૂ.૧ર૦૦ની આસપાસ હતો.


Read News In Hindi

Read News in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.