Western Times News

Gujarati News

ઈમરાને મંદિર બનાવવા ૧૦ કરોડ આપ્યાઃ ધાર્મિક સંસ્થાનોએ સવાલ ઉઠાવ્યા

ઈસ્લામાબાદ, પાકિસ્તાનન રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિર બનવાનો વિરોધ શરૂ થઈ ગયો છે. ધાર્મિક શિક્ષણ આપનાર સંસ્થા જામિયા અશર્ફિયાએ કહ્યું કે મંદિરનું નિર્માણ ઈસ્લામની વિરૂદ્ધ છે. આ સંસ્થાએ મંદિર બનાવવાની વિરૂદ્ધમાં ફતવો પણ બહાર પાડ્‌યો છે. ગત સપ્તાહે જ મંદિરની શિલાન્યાસવિધિ કરાઈ હતી.પ્રધાનમંત્રી ઈમરાન ખાને તે માટે ૧૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.

જામિયા અશર્ફિયાની લાહોર યૂનિટના પ્રમુખ મુફ્‌તી જિયાઉદ્દીને કહ્યું- લઘુમતી સમાજના ધાર્મિક સ્થળોના જિર્ણોદ્ધાર માટે સરકારી પૈસા ખર્ચ કરવાની પરવાનગી છે, પરંતુ બિન-મુસ્લિમ માટે મંદિર કે નવું ધાર્મિક સ્થળ બનાવવાની મંજૂરી અપાઈ નથી. લોકોના ટેક્સના પૈસાને લઘુમતીઓ માટે મંદિર પાછળ ખર્ચવાના સરાકરના નિર્ણય ઉપર સવાલ ઊભો કરે છે.
બીજીતરફ લઘુમતીના સાંસદ લાલચંદ મલ્હીએ કહ્યું કે વિરોધની પરવા નથી કરતા. મંદિરનું નિર્માણ ચાલું રહેશે.

ઈસ્લામાબાદમાં હિન્દુઓની વસ્તી ત્રણ હજાર છે.ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંદિર નિર્માણ સામેની અરજીમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીને નોટિસ ફટકારી છે. અરજી કરનારના જણાવ્યા મુજબ આ યોજના રાજધાની માટે તૈયાર માસ્ટર પ્લાન મુજબ નથી આવતી.૨૭ જૂનના રોજ ઈમરાને ધાર્મકિ સ્થળના મંત્રી પીર નૂર ઉલ હક કાદરી સાથે બેઠક કરી પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ બેઠકમાં લઘુમતી નેતા લાલ ચંદ મલ્હી, શુનીલા રુથ, જેમ્સ થોમસ, ડો. રમેશ વાંકવાણી અને જય પ્રકાશ ઉકરાની હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.