Western Times News

Gujarati News

૧૯૯૯ના વર્લ્ડ કપમાં સક્લેને પત્નીને કબાટમાં સંતાડી હતી

એક શો દરમિયાન સક્લેને કહ્યું કે પીસીબીએ પરિવાર પર આકસ્મિક પ્રતિબંધ લાદતાં તેણે નિયમ ભંગ કર્યો હતો
નવી દિલ્હી,  પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર સકલેન મુસ્તાકે એક ખાસ રસપ્રદ વાત શેર કરી છે. રૌનાક કપૂરના શો બિયોન્ડ ધ ફિલ્ડમાં, સક્લેને ૧૯૯૯ના વર્લ્ડ કપ દરમિયાનની એ ક્ષણો શેર કરી હતી જ્યારે તેણે તેની પત્નીને હોટલના કબાટમાં છુપાવવાની ફરજ પડી હતી. આનું કારણ તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા અચાનક અપાયેલો એક ઓર્ડર હતો. હકીકતમાં, વર્લ્ડ કપ દરમિયાન, પીસીબીએ તમામ ક્રિકેટરોને તેમના પરિવારોને ઘરે પરત મોકલવા કહ્યું હતું. સકલેનને આ વિશે માહિતી મળી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો.

અંતે, તેણે પીસીબીના આ નિયમનું પાલન ન કરવાનો નિર્ણય કર્યો. શો દરમિયાન, એક ચાહકે આ રસપ્રદ વાત વિશે પૂછ્યું, ત્યારે સક્લેને કહ્યું, હા, તે વાત સાચી છે કે મેં ત્યારે મારી પત્નીને કબાટમાં છુપાવી દીધી હતી. મેં ડિસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યાં હતા. મારી પત્ની લંડનમાં રહેતી હતી અને હું વર્લ્ડ કપમાં મારી પત્ની સાથે રહ્યો હતો. મારો નિયમ હતો કે સાંજ સુધી ટીમ માટે સારું કામ કરવું અને પછી મારી પત્ની સાથે સમય પસાર કરવો. પરંતુ, અચાનક મેં સાંભળ્યું કે પરિવારને પાછો મોકલવો પડશે.

મેં મારા મુખ્ય કોચ રિચાર્ડ પાયબસને પૂછ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે તો આ નિર્ણય અચાનક કેમ? મેં વિચાર્યું કે હું આ નિયમનું પાલન નહીં કરું. મેનેજરો અને કોચ અમારા રૂમને તપાસવા આવતા, કેટલાક ખેલાડીઓ પણ વાત કરવા માટે મારા રૂમમાં આવતા. પરંતુ એકવાર કોઈએ દરવાજો ખટખટાવ્યો, પછી મેં મારી પત્નીને કબાટમાં છુપાવવા કહ્યું.

જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મેનેજર આવ્યા, ઓરડાની આજુબાજુ જોયું અને પછી ચાલ્યા ગયા. બીજો અધિકારી આવ્યો અને ગયો. પરંતુ મારી પત્ની કબાટમાં હતી, તે દરમિયાન અઝહર મહેમૂદ અને યુસુફ મારા રૂમમાં આવ્યા. પરંતુ તેમને શક થઈ ગયો કે તેની પત્ની સાથે જ છે. તેમના બહુજ દબાણ બાદ મેં મારી પત્નીને કબાટમાંથી બહાર આવવા કહ્યું. તેમે કહ્યું જ્યારે મારી પત્ની અઝહર અને યુસુફની સામે આવી, તો મેં તેમને કોઈક રીતે સમજાવ્યા.

આ મામલો આગળ વધ્યો નહીં, પરંતુ જ્યારે અમે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાથી હાર્યા ત્યારે વાતાવરણ ખૂબ જ ઉદાસીભર્યું હતું. હું મારી હોટલ પાછો ગયો, તપાસ કરી અને મારી પત્નીને લંડન એપાર્ટમેન્ટમાં જવાનું કહ્યું. હું કાઉન્ટી ક્રિકેટ રમતો ત્યારે મને એક એપાર્ટમેન્ટ મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સકલેન મુસ્તાકે પાકિસ્તાન તરફથી ૪૯ ટેસ્ટ, ૧૬૯ વનડે મેચોમાં ૨૦૮ અને ૨૮૮ વિકેટ લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.