Western Times News

Gujarati News

વસ્ત્રાપુર અને એલિસબ્રિજ પોલીસ સ્ટાફમાં કોરોનાનો ચેપ ફેલાયો

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોવિડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં હાલમાં અનલોક-ર ચાલી રહ્યુ છે. અગાઉ ફરજીયાત તમામ પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી હતી જે અનલોક- દરમ્યાન પુનઃ શરૂ કરવામાં આવી છે. જેના પગલે સમગ્ર અમદાવાદ શહેર પણ ફરી ધમધમતું થયુ છે.

જા કે અનલોક દરમ્યાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સામાન્ય નાગરીકો ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. આ પરિસ્થિતિમાં  પહેલાં વસ્ત્રાપુર  પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિતનો સ્ટાફ કોરોના પોઝીટીવ આવ્યા બાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પાંચ કોન્સ્ટેબલોને પણ આ બિમારી થતાં તેમને એસયુપી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

શહેરના વસ્ત્રાપુર  પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ રાઈટનો ટેસ્ટ કોરોના પોઝીટીવં આવ્યો હતો. જેના પગલં અન્યોની પણ તપાસ કરવામાં આવતાવસ્ત્રાપુર  પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડી સ્ટાફ સહિતના સ્ટાફને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેની જાણ થતાં જ પીઆઈ જાડેજાની કોવિડ કેર સેન્ટરની હોટેલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય સ્ટાફને એસવીપી હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા સ્ટાફ તથા અન્ય લોકોને પણ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

બીજી તરફ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ઘટના બની હતી. જેમાં કુલ પાંચ જેટલા પોલીસ કોન્સ્ટેબલોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો હતો. આ પાંચેયને પણ એસવીપી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તમામ હાલમાં સામાન્ય સ્થિતિમાં  હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસ તંત્રમાં હવે કોરોનાના પોઝીટીવ રીપોર્ટ આવતા ચકચાર મચી જવા પામી છે. અને પોલીસ કર્મીઓમાં પણ ગભરાટ ફેલાયો છે.

આ અંગે વાત કરતા એક પોલીસ કર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે અમદાવાદમાં કેસ ઘટી રહ્યા છે. પરંતુ પોલીસની રોજબરોજની કાર્યવાહી ઉપરાંત માસ્ક વગર ફરતા નાગરીકોને દંડ કરવાની પણ જવાબદારી આવી પડતાં જે તે નાગરીકોના સંપર્કમાં આવતા આ દ્રષ્યો સર્જાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.