Western Times News

Gujarati News

કોરોનાને કારણે લોકડાઉનમાં એ.સી.નું વેચાણ ઘટયું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગરમી કે ઠંડીમાં અહેસાસ કયાંક હીલ સ્ટેશને ગયા હોઈએ એવા ઠંડા પવનોને કારણે તેનો અહેસાસ થાય એ સિવાય એરકંડીશનરમાં બેસો તો ઠંડીનો અહેસાસ થાય. પરંતુ કોરોનાની મહામારીએ દરેકક્ષેત્રને અસર કરી છે. એ વાત અલગ છે. જુદી-જુદી કંપનીઓના ધંધામાં અલગ-અલગ ટકાવારીથી નુકશાન થતુ હોય છે. ભારત ગરમીનો પ્રદેશ છે.  બે મહિના ચોમાસુ બે મહિના ઠંડીને બાદ કરતા બાકીના આઠ મહિના ગરમીનું વાતાવરણ જાેવા મળતું હોય છે. ગરમીથી બચવા માટે એ.સી.નો સહારો લેવો પડે છે.

મોટા શહેરોમાં તો અશકય ગરમીના લીધે હવે ઘરેઘરે એ.સી થઈ ગયા છે. હવે તેને લકઝયુરીસ વસ્તુની જગ્યાએ જીવનજરૂરી વસ્તુમાં સ્થાન મળી ગયું છે. અગાઉ માલેતુજાર લોકોના ઘરે એ.સી. જાેવા મળતા હતા. જેમાં ડબા જેવા આકારના વિન્ડો એ.સી. બારીમાં ફીટ કરી દેવાતા હતા.ત્યાર પછી સ્પ્લીટ એસીનો જમાનો આવ્યો છે. જેમાં અનેક મોટી-મોટી કંપનીના એ.સી લોકો ઘરમાં લગાવે છે. પરંતુ આ વખતે કોરોનાને બે મહિના લોકડાઉનની સ્થિતીમાં લોકોએ એ.સી. નહી ખરીદતા તેના વેચાણમાં લગભગ ૩૦થી ૪૦ ટકા જેટલો ઘટાડો નોધાયો છે. લોકડાઉનની સ્થિતી પછી આથિર્કક્ષેત્રે મોટો પડકાર આવશે તેવો અંદાજ લોકોને આવી ગયો હતો. તેથી જ માકેર્ટમાં ઘરાકીમાં મોટો ઘટાડો નોધાયો છે.

માર્ચ-એપ્રિલ-મે મહિનામાં એ.સીનું વેચાણ નહી થતા આ ઉધોગને ૩૦થી૪૦ ટકાનો ફટકો પડી ગયો છે. એમાં પણ એપ્રિલ-મે મહિનામાં ધોમધખતો તાપ પડતો હોય છે. સંપૂર્ણ લોકડાઉન ને કારણે દેશભરમાં ઉધોગ-ધંધાઠપ્પ થઈ ગયા હતા. જેની જાેડે રૂપિયાની સગવડ હતી તેવો પણ એ.સી. ખરીદી શકે તેમ હતા નહિ. જાેકે જુન મહીનાથી માકેર્ટ ધીમે ધીમે બેઠુ થઈ રહયું છે. તેવો આશાવાદ વ્યકત થઈ રહયો છે.
પરંતુ જે નુકશાની કંપનીઓને થઈ છે. તેમાંથી બહાર નીકળતા સમય લાગશે. અંદાજે ૩૦થી૪૦ ટકા વેચાણ ઘટી ગયું હતું. સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં સમયગાળામાં ગરમીના મોસમમાં આ હિસ્સો ૪૦થીપ૦ ટકા સુધી પહોંચી જતો હોય છે. તેથી કોરોનાને કારણે સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન ૩૦થી૪૦ ટકાનો ધંધો વિવિધ એ.સી. બનાવતી કંપનીઓએ ગુમાવવો પડયો છે.

પરંતુ જુન મહિનાથી ફરીથી એ.સી. વેચાણમાં સુધારો થઈ રહયો છે. નવરાત્રી-દિવાળી સુધીમાં એ.સી.ની માંગ નોંધપાત્ર રીતે વધશે તેવુ અનુમાન લગાવાઈ રહયું છે. ડીસેમ્બર-જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડતી હોય છે. તે પહેલા એવરેજ ગરમી જાેવા મળતી હોય છે. તેમાંય ગુજરાતમાં તો કાતિલ ઠંડી ડીસેમ્બર અને જાન્યુઆરીના પ્રથમ પખવાડીયામાં વિશેષ જાેવા મળતી હોય છે. તેથી દિવાળી પહેલા એ.સી.નું વેચાણ વધશે તેવો અંદાજ કંપનીઓના માકેર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.