Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ગઠીયાઓ ફરી સક્રિય

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને એકલદોકલ જતાં નાગરીકોને ટાગેર્ટ કરીને ગઠીયા કોઈને કોઈ બહાને તેમની સાથે વાત કે ઝઘડો શરૂ કયાર્ બાદ તેમની નજર ચુકવીને કિંમતી માલમતા કે રોકડ રકમ સેેરવી લેતા હોય છે.

બાદમાં સિફતપૂર્વક ત્યાંથી છુ થઈ જાય છે. નાગરીકને લૂંટાયાની જાણ થતાં સુધીમાં તો ખુબ જ મોડું થઈ ચુક્યુ હોય છે. આવી બે ઘટના બની છે. વટવા જીઆઈડીસી નજીક કારમાં જતા વેપારીને ધુમાડો નીકળતો હોવાનું કહી ગઠીયો ૧.૩પ લાખ રોકડા ભરેલી બેગ લઈ ગયો હતો. જ્યારે મેઘાણીનગરમાં ગેસની બોટલો ડીલીવરી કરવા જતાં વ્યક્તિને અજાણ્યા શખ્સે રોકી ઝઘડો કેમ કયોર્ હતો તેમ કહીને તેની પાસેથી રૂા.ર૭ હજારની રકમ કાઢી લીધી હતી.

મણીનગર પૂર્વમાં રહેતા નીલમભાઈ પટેલ વટવા જીઆઈડીસીમાં પોતાની રેડીયોગ્રાફી વર્કની ફેકટરી ધરાવે છે. થોડા દિવસો પહેલાં નિલેશભાઈ તેમના મિત્ર મિત્તલ પંચાલ સાથે ધંધાથેર્ મહેમદાવાદ જવા નીકળ્યા હતા. અગીયાર વાગ્યાના સુમારે અન્નપૂણાર્ હોટલ નજીક મિત્તલભાઈ ઝેરોક્ષ કરાવવા ગયા અને નિલેશભાઈ કારમાં એકલા હતા ત્યારે અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો.

જેેણે કારમાંથી ધુમાડો નીકળતો હોવાનું કહ્યુ હતુ. ગભરાયેલા નીલમભાઈ તુરંત નીચે ઉતરી કારનું બોનેટ ખોલી તપાસ કરતા હતા. એ સમયે એ અજાણ્યા શખ્સે તેમની રૂા.૧ લાખ ૩પ હજાર રૂપિયા ભરેલી બેગ ચોરીને રેફૂચક્કર થઈ ગયો હતો. જેમાં રોકડ ઉપરાંત અન્ય મોબાઈલ ફોન તથા અગત્યના દસ્તાવેજાે પણ હતા.

થોડીવારમાં જ નિલમભાઈને અજાણ્યા શખ્સે ફોન કરી તેમની બેગ ઓઢવ સરણીયાવાસ નજીક પડી હોવાનું કહ્યુ હતુ. જેથી નિલમભાઈ ત્યાં પહોંચતા બેગમાંથી દસ્તાવેજ મળી આવ્યા હતા. જ્યારે મોબાઈલ ફોન તથા રોકડ ગાયબ હતી. આ ઘટના બાદ તેમણે વટવા જીઆઈડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય બનાવમાં અમરતભાઈ ચૌહાણ ગેસ એજન્સીમાં ડીલીવરી બોય તરીેક નોકરી કરે છે. જે પોતાની રીક્ષામાં ગેસની બોટલ ભરી ડીલીવરી કરવા જતાં હતા ત્યારે ગઈકાલે બપોરે બાર વાગ્યાના સુમારે સંજાેગનગરના છાપરા નજીક એક એક્ટીવાચાલકે તેમની રીક્ષા આંતરી હતી અને તમે અગાઉ મારા છોકરાનો અકસ્માત કરેલ છે. તેમ કહીને અમરતભાઈની તપાસ કરવા લાગ્યો હતો. તથા તેમની નજર ચુકવીને ખિસ્સામાંથી રૂા.ર૭ હજારની રોકડ રકમ કાઢી લીધી હતી.

બાદમાં તમે એક્સિડેન્ટ કરનાર વ્યક્તિ નથી તેમ કહી ગઠીયો પલાયન થઈ ગયો હતો. અમરતભાઈએ ગ્રાહકને ત્યાં ગેેસની ડીલીવરી આપી છુટા પૈસા આપવા જતાં તેમને ચોરી થયાની જાણ થઈ હતી. આ ઘટના બાદ તેમણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.