Western Times News

Gujarati News

ખૂંખાર ગેંગસ્ટર વિકાસ દૂબેનું એન્કાઉન્ટર

કાનપુર, ખૂંખાર ગેંગસ્ટર વિકાસ દૂબેનું આજે સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ એસ.ટી.એફ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર કરાયુ હતુ. એસ.ટી.એફના જવાનો વિકાસ દૂબેને લઈને ઉજ્જૈનથી કાનપુર લઈને આવતા હતા ત્યારે વિકાસને લઈને આવતી ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. આ તકનો લાભ લઈને વિકાસ દૂબે પોલીસની પિસ્તોલ લઈને ભાગ્યો હતો.

તે દરમિયાન એસ.ટી.એફ.ના જવાનો અને વિકાસ દૂબે વચ્ચે અથડામણ થઈ હતી પોલીસે તેને સરન્ડર કરવા જણાવ્યુ હતુ પરંતુ તેને સામે ગોળીબાર શરૂ કરી દીધો હતો. સામસામે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. પોલીસના ગોળીબારમાં વિકાસ દૂબે ઠાર મરાયો હતો વિકાસની છાતીમાં અને કમરમાં ગોળી વાગી હતી જેને કારણે વિકાસનું મૃત્યુ થયુ હતુ. આ અથડામણમાં એસ.ટી.એફ.ના બે જવાનો ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને વિકાસ દૂબેના એન્કાઉન્ટર સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. વિકાસ દૂબેને હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં તેને મૃત જાહેર કરાયો હતો હવે વિકાસ દૂબેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે. ઉત્તર પ્રદેશમાં રાજકીય ઓથા હેઠળ વિકાસ દૂબેની સામાન્ય વ્યક્તિમાંથી ગેંગસ્ટર સુધીની સફરનો આજે ખાત્મો થઈ ગયો હતો.

આજથી આઠ દિવસ પહેલા કાનપુરમાં જયારે પોલીસની ટીમ વિકાસ દૂબેને પકડવા ગઈ ત્યારે તેના સાથીઓ સાથે મળીને તેણે અત્યંત આધુનિક હથિયારો સાથે પોલીસ પાર્ટી પર હુમલો કયોર્ હતો. જેમાં પોલીસના આઠ જવાનો શહિદ થયા હતા આ ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.  રાજકીય પીઠબળને કારણે વિકાસ દૂબે ફુલ્યો ફાલ્યો હતો

જેને લીધે તેણે તેને ઝડપવા ગયેલી ટીમ પર એકે-૪૭ જેવી રાયફલથી ગોળીબાર કયાર્ હતા. જેમાં આઠ પોલીસ જવાનો શહિદ થયા હતા. ત્યાર પછી વિકાસ દૂબે ભાગી છૂટયો હતો. ત્યારબાદ તે અલગ-અલગ સ્થળોએ છૂપાતો ફયોર્ હતો. ગઈકાલે તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયો હતો જયાંથી તેને એસ.ટી.એફના અધિકારીઓએ દબોચી લીધો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસ.ટી.એફના જવાનો તેને ઉજ્જૈનથી કાનપુર લઈને આવતા હતા તે દરમિયાન હાઈવે પર ભઉતી નજીક જે ગાડીમાં વિકાસને લાવવામાં આવતો હતો તે પલ્ટી ગઈ હતી. ગાડી પલ્ટી થઈ જતા વિકાસે ભાગવાની કોશિશ કરી હતી. વિકાસ પોલીસ જવાનોની પિસ્તોલ લઈને ભાગ્યો હતો. પોલીસના અધિકારીઓએ તેને સરન્ડ કરવા ચેતવ્યો હતો.

પરંતુ તેણે પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સામે પક્ષે એસ.ટી.એફના જવાનોએ ગોળીબાર કયોર્ હતો સામસામે થયેલી અથડામણમાં વિકાસ દૂબેને છાતી અને કમરના ભાગે ગોળીઓ વાગતા તે જમીન પર ફસડાઈ પડયો હતો. પોલીસના જવાનો તેને હોસ્પિટલ લઈને આવ્યા હતા જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કયોર્ હતો. વિકાસ દૂબે સામેની અથડામણમાં એસ.ટી.એફ.ના બે જવાનોને ઈજા પહોચી હતી.

જેમને સારવાર આપવામાં આવી હતી. ગેંગસ્ટર વિકાસ દૂબેની એન્કાઉન્ટરની ખબર મળતા જ ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે સવારે પહોંચ્યા હતા જયાં સ્થળ નિરીક્ષણ હાથ ધયુँ હતું અથડામણમાં વિકાસને બેથી ત્રણ ગોળીઓ વાગી હોવાનું કહેવાય છે. અથડામણમાં વિકાસને બેથી ત્રણ ગોળીઓ વાગી હોવાનું કહેવાય છે.

વિકાસ દૂબેના એન્કાઉન્ટરથી આઠ શહિદ જવાનોના કુટુંબીજનોએ ન્યાય મળ્યાની ખુશી વ્યકત કરી હતી જયારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અધિકારીઓ પાસેથી તમામ માહિતી મેળવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાલમાં બેઠક યોજાઈ રહી છે.

આ બેઠક પૂર્ણ થયા પછી તમામ વિગતોની જાહેરાત કરાશે. સમગ્ર ઘટનાક્રમની ઉચ્ચ અધિકારીઓ બેઠક યોજીને માહિતી મેળવીને ત્યાર પછી ઉચ્ચકક્ષાએ ચચાર્ વિચારણા કરીને માધ્યમના પ્રતિનિધિઓને માહિતી આપશે. દરમિયાનમાં ગેંગસ્ટર વિકાસ દૂબેના શબને હોસ્પિટલમાં રાખવામાં આવ્યુ છે જયાં તેના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં વિકાસ દૂબેના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવાશે. વિકાસને કેટલી ગોળી વાગી છે તેનો ખ્યાલ પોસ્ટમોર્ટમના રીપોર્ટ આવ્યા પછી આવશે. બીજી તરફ વિકાસ દૂબેનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આ અગાઉ વિકાસ જેના ઘરે રોકાયો હતો તેને કોરોના પોઝીટીવ આવ્યો હતો તેવા માધ્યમોમાં અહેવાલ પ્રસારીત થઈ રહયા છે તેથી સંભવતઃ વિકાસ દૂબેનો કોરોના ટેસ્ટ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ દૂબે પોલીસ સાથેની અથડામણ પછી ભાગી છૂટયો હતો ત્યાંથી ને ફરીદાબાદ અને ત્યારપછી ઉજ્જૈન મહાકાલ મંદિર દર્શન કરવા માટે ગયો હતો. જ્યાં સિકયુરીટી ગાડેર્ તેને દબોચી લીધો હતો. વિકાસને ઝડપી લીધા પછી તેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહયો હતો.

ત્યારે તેનુ એન્કાઉન્ટર થયું હતું. વિકાસ દૂબેના એન્કાઉન્ટરને લઈને રાજકીય પક્ષોના આગેવાનો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે અને આક્ષેપો- પ્રતિ આક્ષેપો કરી રહયા છે વિકાસ દૂબેના એન્કાઉન્ટરને લઈને ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉત્તર પ્રદેશના સી.એમ. યોગી આદિત્યનાથે પણ ઉચ્ચ અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે જયારે ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાની કડીઓને જાેડી રહયા છે ત્યારપછી તેઓ પત્રકાર પરિષદ યોજીને મિડિયાને માહિતી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.