Western Times News

Gujarati News

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભૂકંપનો તીવ્ર આંચકો

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં અવારનવાર ધરતીકંપના આંચકા આવતા હોય છે તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં તીવ્ર ધરતીકંપનો આંચકો આવતા ધરા ધ્રુજી ઉઠી હતી અને અમદાવાદ શહેર સહિત રાજયભરના નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ત્યારબાદ આજે સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૪.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા નાગરિકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતાં.

ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી ૧૮ કિ.મી. દૂર આવેલા ભાયાસર ગામે નોધાયું છે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો સાથે તાત્કાલિક વાતચીત કરી નુકસાની થઈ હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવાની સુચના આપી છે.

ગુજરાત ફોલ્ટ લાઈન પર હોવાથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે જેના પરિણામે ગુજરાતની ધરા સતત ધ્રુજતી હોય છે રાજયમાં અવારનવાર જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ખાસ કરીને ભચાઉ સહિતના વિસ્તારોમાં ફોલ્ટ લાઈન સક્રિય રહે છે થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની અસર અમદાવાદ શહેરમાં પણ થઈ હતી.

ગોંડલના કોલીથડ ગામે શાળાની છત ધરાશાયી થઈ ગઈ હતી. જો કે હાલ સ્કૂલ બંધ હોવાથી કોઇ જાનહાનિ થઈ હતી નહીં.

નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતાં નાગરિકોમાં ભારે ફફડાટ જાેવા મળતો હતો આ દરમિયાનમાં આજે સવારે પણ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ પડી રહયો છે. વરસાદ વચ્ચે સવારે ૭.૪૦ મીનીટે અચાનક જ ભૂકંપનો તીવ્ર આચકો આવતા રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ધરા ધ્રુજી ઉઠી હતી.

વહેલી સવારે લોકો નીંદ્રામાં હતા ત્યારે અચાનક જ ૪.૮ ની તીવ્રતાનો આચકો આવતા નાગરિકો સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા નાના બાળકો અને વૃધ્ધો મુશ્કેલીમાં મુકાયા હતા રાજકોટમાં ભૂકંપની તીવ્ર અસર જાેવા મળતી હતી અને શહેરભરના નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા રાજકોટ ઉપરાંત અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આજ દ્રશ્યો જાેવા મળ્યા હતા એ જ રીતે જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપની અસર થઈ હતી. વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી સરકાર પણ સતર્ક બની ગઈ હતી.

રાજયમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો ડીસામાં ૧.૮ નો આંચકો અનુભવાયો હતો જાેકે તીવ્રતા ઓછી હોવાથી લોકોમાં ઓછો ગભરાટ જાેવા મળતો હતો પરંતુ સૌરાષ્ટ્રમાં આ ભૂકંપની અસરથી લોકો ભયભીત બની ગયા છે.

સૌરાષ્ટ્રભરમાં આવેલા ભૂકંપના પગલે રાજયના મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ જિલ્લા કલેકટરો સાથે વાતચીત કરી હતી અને તમામ વિસ્તારોમાં તાત્કાલીક તપાસ કરી જયાં નુકશાન થયુ હોય તેની સામે સરકારી કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. રાજકોટમાં આ મહિનાની અંદર બીજી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેના પરિણામે લોકો ભયભીત બની ગયા છે અને સમગ્ર રાજયમાં ૭ કલાકમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે જેના પગલે ભૂસ્તર શાસ્ત્રીઓ પણ સતર્ક બન્યા છે. ખાસ કરીને ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટ નજીક ભાયાસર ગામે નોધાયુ છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.