Western Times News

Gujarati News

વરસાદથી થયેલી નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સરવે કરીને વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તીડનાના ઝુંડ આવ્યા છે સરકાર દેખરેખ રાખી રહી છે. જાે મોટા સમૂહ હશે તેને નિયંત્રિત કરવાની કાર્યવાહી પણ કૃષિ વિભાગ કરશે. અધિકારીઓને બોલાવીને સૂચના આપી છે.

કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે. ડેમો ભરાયા છે. તો ક્યાંક ડેમ ઓવરફલો થયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પાણીને કારણે ઘોવાયા છે. આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી રજૂઆતો આવી છે. સરકારે પણ જળસંપત્તિ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદો આવી છે

તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. નુકસાનીના અંદાજાે પ્રાથમિક સર્વેના અંદાજાે આવશે તે પ્રમાણે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ પાક કે જમીન ધોવાણનું હશે, પશુઓને નુકસાન થયું છે કે મૃત્યુ થયું છે, તે અહેવાલો મુજબ નુકસાનીનું વળતર આપવામાં આવશે. ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી નુકસાનીનું વળતર રાજ્ય સરકાર ચૂકવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.