Western Times News

Gujarati News

દિલ્હી, મુંબઇમાં હાલત સુધરી તો હવે બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં મુસીબત કોરોના બન્યો

Files Photo

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧૦ લાખને પાર થઇ ગઇ છે. સંક્રમણની સૌથી ખરાબ અસર તે મોટા શહેરો બન્યા છે જેની આબાદી ૫ કરોડથી વધુ હતી. તાજા આંકડા પર નજર કરી તો જોવા મળે છે કે જ્યાં એક તરફ મુંબઇ, ચેન્નઇ, અમદાવાદમાં જ્યાં સ્થિતિ થોડીક કાબુમાં આવી છે. ત્યાં જ બીજી તરફ હવે બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે દેશના કોરોનાના નવા હોટસ્પોટ બનેલા નજરે પડે છે.

જે શહેરોમાં હાલ કોરોના કેસની સંખ્યા સૌથી વધુ થઇ રહી છે તે છે બેંગલુરુ, ગત ચાર સપ્તાહમાં કોરોના કેસમાં ૧૨.૯ ટકાનો વધારો થયો છે. આ શહેરોમાં પ્રતિ દિવસ ૮.૯ ટકા દરે મોતની સંખ્યામાં વધારો થયો છે. મૃત્યુ દરની વાત કરીએ તો અમદાવાદ હજી પણ લિસ્ટમાં સૌથી ઉપર છે. તે પછી કોલકત્તા અને મુંબઇમાં નંબર આવે છે.

ચેન્નઇમાં પણ તેની જનસંખ્યાની સામે ૮,૫૯૫ પ્રતિ લાખ મામલે સૌથી વધુ કેસ ડેંસિટી છે. આ પછી કેસ ડેંસિટી મુંબઇ, પુણે અને દિલ્હીની છે. મુંબઇમાં દર એક લાખ વસ્તીએ ૩૪૫ લોકોને કોરોના છે. જે સૌથી વધુ છે. અને તે પછી અમદાવાદ અને દિલ્હીનું નામ આવે છે.

ગત ચાર સપ્તાહના આંકડાના વિશ્લેષણથી જાણવા મળે છે કે રાજ્યો અને ક્ષેત્રોમાં સંક્રમણના નવા શહેરી કેન્દ્રોની સંખ્યામાં વધારો થયો છે. કોરોના મામલે મુંબઇમાં નવા કેસોની સંખ્યા જ્યાં પ્રતિદિવસ ઓછી થઇ રહી છે પણ હવે પુણેમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. અમદાવાદ પછી હવે સુરતની સ્થિતિ બગડી રહી છે. આંકડાથી ખબર પડે છે કે ચેન્નઇમાં કોરોનાની સ્પીડ ઓછી થઇ છે. પણ હૈદરાબાદ અને બેંગલુરમાં તેની સંખ્યા વધી છે.

નવા શહેરોમાં સંક્રમણનો દબાવ વધવાની સાથે જ તે પણ જોવા મળ્યું કે એક શહેરના અલગ અલગ ક્ષેત્રોથી કોરોનાના નવા કેસ મેળવવામાં પણ બદલાવ થયો છે. ઉદાહરણ તરીકે દેશમાં સૌથી વધુ કોરોના કેસ મુંબઇમાં છે. સંક્રમણ પર નિયંત્રણ લેવામાં આવ્યું છે પણ ઠાણે, કલ્યાણ, નવી મુંબઇ અને ભિવંડીમાં તે મોટો પ્રમાણમાં સામે આવ્યું છે. જૂન મહિના અને જુલાઇમાં બે સપ્તાહ દરમિયાન શહેરમાં દરરોજ કેવળ ૧,૦૦૦-૧,૫૦૦ કેસ સામે આવ્યા છે. હવે ગીચ વસ્તીની આસપાસ આવેલા સેમી રૂરલ વસ્તીઓમાં સંક્રમણનું સ્તર વધ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.