Western Times News

Gujarati News

ભારત વિરુદ્ધની સિરીઝમાં બુમરાહનો સામનો કરવો મુશ્કેલ હશેઃ માર્નસ લાબુશેન

સિડની: ભારત વિરુદ્ધ ફક્ત એક ટેસ્ટ રમનાર ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન માર્નુસ લાબુશેનેે ઉમ્મીદ છે કે, ડિસેમ્બરમાં જ્યારે બન્ને ટીમનો આમનો સામનો થશે. ત્યારે તેઓ પોતાનો દબદબો બનાવવામાં સફળ રહેશે. તેમનું માનવું છે કે, જસપ્રીત બુમરાહનો સામનો કરવો સૌથી વધારે મુશ્કેલ હશે.

જ્યારે આ ટેસ્ટ સિરીઝ ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જ્યારે આ સીરિઝમાં ૪ ટેસ્ટ મેચ યોજાવાની છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, દરેક બોલર સારા છે પણ બુમરાહનો સામનો કરવો મુશ્કેલી ભરેલો છે. તે ૧૪૦થી પણ વધારે સ્પિડ સાથે બોલિંગનો અનુભવ ધરાવે છે, સાથે તે બોલને વિકેટની અંદર તથા બહાર કરવાની ક્ષમતા ધરાવે છે.

વધુમાં લાબુશેને જણાવ્યું કે, દુનિયાની સર્વશ્રેષ્ઠ બાલેિંગ આક્રમણમાના એક ભારત વિરુદ્ધ પોતાને પરખવાની રાહ જાેઈ રહ્યો છું. પેહલા પણ હુ ભારત વિરુદ્ધ મેચ રમી ચૂક્યો છું.

લાબુશેને કહ્યું કે, સચિનની જેવી હસ્તી પાસેથી આ પ્રકારનું સાંભળવું શાનદાર અહેસાસ છે. હું હાલ સુધી તેમને વ્યક્તિગત રૂપે મળ્યો નથી. મેં તેમને મળવાની તક પણ ગુમાવી છે. હું તેમને મળવાની રાહ જાેઈ રહ્યો છું કારણ કે તે એવા ખેલાડી છે, જેમના દ્વારા મને ઘણું બધંુ શીખવા મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.