Western Times News

Gujarati News

દેશમાં કોરોના સંક્રમણની ગતિ બની ઝડપી, સંક્રમિતોનો આંકડો 14 લાખને પાર

નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણની ગતિ દરરોજ વધી રહી છે અને દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા ચિંતા વધારે તેવા છે. દેશમાં કોરોના સંક્રમણ હવે ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયું છે. કોરોનાના આંકડાની સત્તાવાર માહિતિ આપની વેબસાઈટ પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસ 14,11,954 થયો છે. જેમાથી 901,956 દર્દીઓ સ્વસ્થ થયાં છે. દેશમાં 32,350 દર્દીઓના મોત થયાં છે. દેશમાં હાલ 477,228 એક્ટિવ કેસ છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા કાલે તેની સત્તાવાર જાહેરાત થશે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસોમાં ફરીથી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 48,661 કેસ નોંધાયા છે અને 705 દર્દીઓના મોત થયાં છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનો કુલ 13,85,522 કેસ સામે આવી ચુક્યા છે જ્યારે 467,882 એક્ટિવ કેસ છે. શનિવાર સુધીમાં મોતનો આંકડો વધીને 32,063 થયો છે. જ્યારે 885,577 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે કોવિડ-19ના 1142 નવા કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં 1.29 લાખથી વધારે દર્દીઓ  કોરોના વાઈરસથી સંક્રમિત થયાં છે. દિલ્હીમાં સંક્રમણ અત્યાર સુધી 3806ના મોત થયા છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.