Western Times News

Gujarati News

મોડાસામાં ૩૦ બાળકો ખાનગી શાળા છોડી સાકરીયા પ્રા.શાળામાં પ્રવેશ લીધો 

મોડાસાની સાકરીયા પ્રા.શાળા જીલ્લાની ખાનગી શાળાઓને હંફાવી  : ૩૦ બાળકો ખાનગી શાળા છોડી પ્રવેશ લીધો – જીલ્લાની ખાનગી શાળામાંથી ૭૩૪ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે

(જીત ત્રિવેદી, ભિલોડા) – રાજ્યમાં દિવસેને દિવસે શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. ખાનગી શાળાઓના પ્રભુત્વ સામે રાજ્યની કેટલીક પ્રાથમિક શાળાઓમાં સંખ્યા પાંખી બની છે ખાનગી શાળામાં ઉંચી ફી ચૂકવી ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે તેવો વાલીઓનો ઝડપથી મોહભંગ થઇ રહ્યો અરવલ્લી જીલ્લાની ખાનગી શાળામાંથી ૭૩૪ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે

       મોડાસા તાલુકાની સાકરીયા પ્રાથિમક શાળામાં શાળાના ગુણવત્તાસભર શિક્ષણને લઈને અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના ડાયટના પ્રાધ્યપક આર.એલ જીતપુરાનું બાળક બે વર્ષથી અને ચાલુ વર્ષે મહીસાગર-પાલનપુર જીલ્લાના સંતરામપુર એકમના ડાયટના પ્રાધ્યાપક ઓમેગા પાંડવ નામના અધિકારીએ તેમના પુત્રને ખાનગી શાળામાંથી એડમિશન કેન્સલ કરી સાકરીયા પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં પ્રવેશ અપાવ્યો છે

       સાકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થકી અભ્યાસ કરાવવામાં આવે છે શાળાના વર્ગ ખંડ સહીત તમામ દીવાલો પર અભ્યાસને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે બાળકોને અભ્યાસ સાથે વિવિધ સ્કોલરશીપ, નવોદય વિદ્યાલય સહીત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવાની તદઉપરાંત શાળામાં અભ્યાસ કરતાં બાળકોને રુચિ પ્રમાણે સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને રમત-ગમતની પ્રવૃત્તિ માટે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે ઈકો ક્લબ અને પર્યાવરણ લક્ષી વિવિધ પ્રવૃતિઓ, વેસ્ટ માંથી ઘર ઉપયોગી બેસ્ટ વસ્તુઓ બનાવવાનું સહીત સપ્તહમાં એકવાર બાળસભાનું આયોજન કરવામાં આવે છે વાલીઓ અને ગામલોકોને તમામ પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવે છે

      સાકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફે વેકેશનમાં સાકરીયા ગામના અને આજુબાજુના ગામના ખાનગી શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ સાથે મિટિંગ નું આયોજન કરી શાળાની શિક્ષણ પધ્ધતિ,તાસ પધ્ધતિ અને શાળાની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતગાર કરવામાં આવતા શાળાની ઉત્કૃષ્ઠ શૈક્ષણિક પ્રવૃતિઓ નિહાળી ૩૦ વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી પુનઃ પોતાના ગામનીજ સરકારી પ્રાથમિક શાળામાં દાખલ કર્યા છે

     સાકરીયા પ્રાથમિક શાળાના જાગૃત નાગરિકના  જણાવ્યા અનુસાર શાળાના શિક્ષકો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોને ખાનગી શાળા કરતાં પણ ઉત્તમ શિક્ષણ, વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓના કારણે બાળકોમાં રહેલી સુસુપ્ત અવસ્થાને બહાર લાવવાની આવડતના કારણે ગામના લોકોએ સાકરીયા પ્રાથમિક શાળામાં તેમના બાળકોને ખાનગી શાળામાંથી પરત લઈ પુનઃ પ્રવેશ અપાવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.