Western Times News

Gujarati News

મુંબઈ પોલીસે છોટા શકીલના સાગરીત અફ્રોઝ વદારીયાની ધરપકડ કરી

મુંબઇ, અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ અને દાઉદ ઇબ્રાહિમ સામે તપાસમાં મોટી સફળતા મળી છે, મુંબઈ પોલીસે અફ્રોઝ વદારીયા ઉર્ફે અહમદ રઝાની ધરપકડ કરી છે, તેવું મુંબઈ પોલિસના એક અધિકારીઓએ જણાવ્યું હતું.

મુંબઇ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ  જણાવ્યું હતું કે વદારીયા, જે શકીલના નજીકના સાથી હતા અને તેમના માટે હવાલા ટ્રાંઝેક્શન કરવાનું તમામ કામ વદારીયા કરતો હતો, તેની સામે લૂક આઉટ  નોટિસના આધારે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે તે મુંબઈ પહોંચ્યા પછી તેને એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી અને મુંબઈ પોલીસને સોંપવામાં આવી.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, વદારીયા એ વ્યક્તિ હતા જેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલની સલાહ પર હવાલા વ્યવહારોનું કામ સંભાળતો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે વદારીયા દાઉદ ઈબ્રાહીમના નજીકના સાથી ફાહિમ માચમાચ સાથે સીધા જ જોડાયેલા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.