Western Times News

Gujarati News

ભરૂચમાં Inox મલ્ટીપ્લેક્ષની લિફ્ટમાં બાળકો ફસાઈ જતાં સંચાલકોની બેરદારકારી સામે આવી

લિફ્ટમાં ફસાયેલા બાળકોએ પોતાના મોબાઈલ થી માતાને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા.
કલાકોની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનો એ હેમખેમ બહાર કાઢ્યા.

(વિરલ રાણા, ભરૂચ) ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર ખાતે ની આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષ માં મુવી જોવા આવેલા બાળકો નીચે ઉતરવા લિફ્ટ માં બેસતા લિફ્ટ બંધ થઈ જતા બાળકો એ પોતાની માતા ને જાણ કરતા એક કલાક ની જહેમત બાદ બાળકો ને ફાયર બ્રિગેડ ના જવાનોએ હેમખેમ બહાર કાઢતા સમગ્ર ઘટના માં આઈનોક્ષ સંચાલકો ની બેરદારકારી સામે આવતા લોકો માં ભારે રોષ જોવા મળતો હતો.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના શાલીમાર આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષ માં બાળકો મુવી જોવા માટે આવ્યા હતા જે સમગ્ર મુવી નિહાળ્યા બાદ આઈનોક્ષ ની બહાર નીકળી નીચે જવા માટે લિફ્ટ માં ગયા હતા.આ દરમ્યાન લિફ્ટ નીચે જતી વેળા અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી.જેના કારણે  લિફ્ટ માં રહેલા બાળકો ફસાઈ ગયા હતા અને લિફ્ટ માં અંધારપટ ના કારણે બાળકોએ બુમાબુમ પણ કરી મૂકી હતી.

પરંતુ બાળકો ની બુમાબુમ સાંભળવા કોઈ ન હોવાના કારણે અડધો કલાક બાદ બાળકો એ પોતાના મોબાઈલ થી માતા ને જાણ કરી હતી કે અમે લિફ્ટ માં ફસાઈ ગયા છે અને લિફ્ટ માં પાંખો કે એસી ની ઠંડક ન હોવાથી અમને ગૂંગણામણ થઈ રહી છે બાળકો રડી ને ફોન પર વાત કરતા રેબઝેબ શાલીમાર આઈનોક્ષ દોડી આવ્યા હતા.


જોકે બાળકો ને લિફ્ટ માંથી કઈ રીતે બહાર કાઢવા તે પણ એક સવાલ ઉઠતા બાળકો ને બચાવવા માટે સ્થળ ઉપર રહેલા મીડિયાકર્મીઓ એ આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષ સંચાલકો ની ઝાટકણી કરી આખરે ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરતા પોણો કલાક બાદ ભરૂચ નગર પાલિકા ની ફાયર બ્રિગેડ દોડી આવી આખરે લિફ્ટ માં રહેલા બાળકો ને હેમખેમ બહાર કાઢ્યા હતા.

ત્યારે ભરૂચ શાલીમાર ની આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષ પાસે સેફટી ના સાધનો નો અભાવ તેમજ વારંવાર લિફ્ટ ખોળવાઈ જતી હોવા છતાં તેનું મેન્ટેન્સન ન કરાવું જેવી અનેક ઘોરબેદરકારી સામે આવતા ભરૂચ વહીવટી તંત્ર એ આવા લાપરવાહ દાખવતા આઈનોક્ષ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે.જોકે બાળકો પાસે મોબાઈલ ન હોત તો તેઓ જીવ પણ ગુમાવી શક્યા હોત.ત્યારે જોવું એ રહ્યું કે સમગ્ર ઘટના માં ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષ ના સંચાલકો સામે શું કાર્યવાહી કરે છે.

શાલીમાર આઈનોક્ષ પાસે સેફટી ના સાધનો નો અભાવ છે : ભરૂચ નગર પાલિકા ફાયર વિભાગ.
સુરત ની તક્ષશિલા કોમ્પ્લેક્ષ માં અગ્નિકાંડ બાદ સમગ્ર મોલ અને થિયેટરો માં સેફટી ના સાધનો ની સવલત કરવા સરકાર દ્વારા સૂચન આપવા છતાં ભરૂચ ની શાલીમાર ની આઈનોક્ષ પલ્ટીપ્લેક્ષ માં સેફટી ના સાધનો નો અભાવ જોવા સાથે લિફ્ટ માં ફસાયેલા બાળકોને બચાવવા માટે ના પણ કોઈ સાધનો ન હોવાના કારણે ભરૂચ નગર પાલિકા ના ફાયર બ્રિગેડ ના જવાનો એ લિફ્ટ માં ફસાયેલા બાળકો ને ભારે જહેમત બાદ હેમખેમ સુરક્ષિત બહાર કાઢી તેઓને પરિવારજનો ને સોંપયા છે.શાલીમાર આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષ ના સંચાલકો દ્વારા લિફ્ટ લિફ્ટમેન કે સિક્યુરિટી મુકવો જોઈએ.જેથી આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક મેનેજમેન્ટ ને જાણ કરી શકાય.જો બાળકોનો શ્વાસ રૂંધાઈ ગયો હોત અને બાળકો ના જીવ ગયા હોત તો એના માટે જવાબદાર કોણ? 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.