Western Times News

Gujarati News

રામ મંદિરના ભૂમિપૂજનમાં ઉમા ભારતી હાજર નહીં રહે

પાંચમી ઓગસ્ટના અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન સમારોહના આમંત્રિતોની યાદીમાંથી નામ રદ કરોઃ ઉમા
મુંબઈ,  ભારતીય જનતા પાર્ટીના (BJP) કદાવર નેતા ઉમા ભારતીએ (Uma Bharti) કોરોના (Covid-19) વાયરસના વધતા સંક્રમણને કારણે અયોધ્યામાં ૫ ઓગસ્ટે થતા ભૂમિ પૂજન (Ram JanmaBhumi)  કાર્યક્રમ હાજર ન રહેવાનો ર્નિણય લીધો છે. આ સમયે તે સરયૂ તટ પર રહેશે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી તે રામ લલાના દર્શન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit shah) કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યા પછી તેમણે આ ર્નિણય લીધો છે. અને આ અંગે પોતે ટિ્‌વટર પર જાણકારી આપી છે. ભાજપ નેતા ઉમા ભારતીએ આ સંબંધમાં રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ અધિકારી અને વડાપ્રધાન કાર્યલયને (PMO India) પણ અપીલ કરી છે કે તે ૫ ઓગસ્ટ અયોધ્યામાં રામ મંદિર સ્થાપના સમારંભમાં આમંત્રિત મહેમાનોના લિસ્ટ માંથી તેમનું નામ નીકાળી દે.

ઉમા ભારતીએ ટિ્‌વટ કરીને કહ્યું કે કાલે જ્યારે મેં અમિત શાહજી અને યુપી ભાજપના નેતાઓના કોરોના પોઝિટિવના રિપોર્ટ વિષે સાંભળ્યું ત્યારે મારી અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસમાં ઉપસ્થિતિ લોકો અને ખાસ કરીને નરેન્દ્ર મોદીજી માટે ચિંતા વધી. તેમણે કહ્યું કે તે આજે ભોપાલથી અયોધ્યા જવા રવાના થશે. પણ આ કાર્યક્રમમાં બહુ લોકો ભેગા થઇ રહ્યા છે તો મને તેમના સ્વાસ્થયની ચિંતા છે.

હું ભૂમિ પૂજનના સ્થાનથી દૂરી બનાવી રાખીશ અને બધા ત્યાંથી જશે પછી જ રામજીના દર્શન કરીશ. તેમણે સાથે જ આ મામલે રામ જન્મભૂમિ ન્યાસના અધિકારીઓને જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ગત ૨૪ કલાકની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સમેત અનેક મોટા નેતા કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

અમિત શાહ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ રવિવારે કોરોના પોઝિટિવ મળ્યા. સાથે જ ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર સિંહ દેવનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાનીનું કોરોના વાયરસના સંક્રમણથી નિધન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.