Western Times News

Gujarati News

બાલાસિનોર કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

આજરોજ બાલાશિનોર ખાતે આવેલ  મોહમ્મદી કોલોની મુલતાન પુરા આંગણવાડીમાં મમતા દિવસની ઉજવણી અને સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્તનપાન વિશેના ફાયદા વિશે સમજાવામાં આવ્યા હતા. વલ્ડ એલાયંસીસ ફોર બ્રેસ્ટ ફીડીંગ એક્શન ના નામથી ઓળખાય છે તેના દ્વારા દર વર્ષે ઓગષ્ટ મહિનાના પ્રથમ અઠવાડીયામાં એટલે કે ૧ થી ૭ ઓગષ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થાય છે. આનો હેતુ મહિલાઓને નવજાત બાળકોના સ્વસ્થ ઉછેર માટે સ્તનપાનની અગત્યતા અને ફાયદાઓથી માહિતગાર કરવાનો છે. ખરેખર તો સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે.

સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓ એ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી કરીને માતાના દૂધનું પોષણમુલ્ય જળવાય રહે અને માતાના શરીરમાં પણ પોષકતત્વોની ઉણપ ન સર્જાય. આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાય રહે છે. શીશુના જન્મ પહેલાના નવ મહિના સુધી માતા અને માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે. કરીશમાં એજ્યુકેશન ટ્રસ્ટ, દ્વારા માસ્ક વિતરણ, પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં આંગણવાડીના સુપરવાઇઝર રમીલા બેન, આંગણવાડી કાર્યકર ભાવના બેન, એ.એન.એમ ઇન્દુબેન, આશાબેન અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.