Western Times News

Gujarati News

ચીનની સેનાની ચાલાકી પર નજીકથી નજર રાખવા ભારતીય સુરક્ષા એજન્સીએ નવો પ્લાન તૈયાર કર્યો

નવી દિલ્હી, ચીનની સેનાની પ્રવૃતિઓ પર નજર રાખવાની સાથે-સાથે ભારતની 4 હજાર કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સુક્ષ્મ નજર રાખવા માટે માટે ભારતીય સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે એ માટે 4થી 6 સેટેલાઇટની જરૂર છે, આ સેટેલાઇટ દ્વારા ભારતીય સેનાને ચીનની પ્રવૃતિઓ અને વિરોધીની ચાલ પર નજર રાખવામાં મદદ થશે.   ભારતીય સુરક્ષા એજન્સીઓને સેટેલાઇટની જરૂરીયાત એ વખતે અનુભવાઇ જ્યારે ચીનની સેનાએ એલએસી દ્વારા શિનજીંયાગ વિસ્તારમાં એક યુધ્ધ અભ્યાસનાં ઓઠા હેઠળ  ભારે હથિયારો અને તોપખાના સાથે 40 હજારથી વધું સૈનિકોએ ભારતીય વિસ્તાર તરફ આગેકુચ શરૂ કરી દીધી, અને ઘણા સ્થાનો પર ભારતીય વિસ્તારોમાં સ્થળાત્તર કર્યું, જાણકારોનાં જણાવ્યા મુજબ આ 14 કોર્પ્સ હેડક્વાર્ટર સહિત લેહમાં સ્થિત ભારતીય સંરચનાઓને આશ્ચર્યચકિત કરે છે.

સંરક્ષણ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ભારતીય વિસ્તારો અને LAC પર ઉડાણવાળા વિસ્તારોમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ સેટેલાઇટ જરૂરી છે, સંરક્ષણ સુત્રોનાં કહેવું છે. આ સેટેલાઇટમાં હાઇ રિઝોલ્યુશન વાળા સેન્સર અને કેમેરા છે, જે નજીકથી નજર રાખવામાં મદદરૂપ થઇ શકે છે, માત્ર એટલું જ નહીં તેના દ્વારા નાની વસ્તુંઓ અને વ્યક્તિઓ પર પણ નજર રાખવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે તેનાથી ક્ષમતા અને કશળતાથી દેશ અને અન્ય સહયોગીઓ પર નજર રાખવા માટે વિદેશી સહયોગી પર નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળશે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સશસ્ત્ર દળોની પાસે પહેલાથી જ  કેટલાક સૈન્ય ઉપગ્રહ છે, જે પ્રતિકુળ પરિસ્થિતીઓ પર નજર રાખવા માટે ઉપયોગ કરી શકાય છે, પરંતું તે ક્ષમતાને વધું મજબુત કરવાની જરૂરિયાત છે.   જો કે ચીનનાં સૈનિકોએ પિંગિંગ સો સરોવરની સાથે ફિંગર વિસ્તારોમાં ભારતીય વિસ્તારોમાં સ્થળાંતરિત કરી દીધું છે, જ્યાં તે સંપુર્મ રીતે વિઘટનનો ઇન્કાર કરી રહ્યા છે, અને ફિંગર-5માં એક નિરિક્ષણ પોસ્ટ બનાવવા માંગે છે, ગોગરા વિસ્તારમાં હજું પણ કેટલાક લોકો ત્યાં છે. ચીનની પ્રવૃતિઓ અંગે સ્પષ્ટતાની કમીનાં કારણે, ભારતીય પક્ષનાં લદ્દાખમાં પોતાની સંખ્યા વધારવા માટે સમય લીધો અને વધારાનાં દળોને આસપાસનાં વિસ્તારોમાં મોકલવા પડ્યા અને રિઝર્વ ફોર્મેશન પર પણ ચાલ્યા ગયાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.