Western Times News

Gujarati News

મધ્ય પ્રદેશમાં ફોર લેન હાઇવેના ડિવાઇડર પર ખેડૂતે સોયાબીન ઉગાવ્યા, અધિકારીઓ દોડતા થયા!

ભોપાલ, મધ્ય પ્રદેશમાં એક અનોખી અને કદાચ આ પ્રકારની પહેલી ઘટના સામે આવી છે. જ્યાં એક ખેડૂતે ફોર લેન હાઇવે વચ્ચે આવેલા ડિવાઇડર પર ખેતી કરી છે. વર્તમાન સમયે આ ડિવાઇડર પર સોયાબીનનો પાક લહેરાઇ રહ્યો છે. હાઇવે પરથી પસાર થતા લોકોને પણ આ જોઇને ઘણું આશ્ચર્ય થઇ રહ્યું છે. આ ઘટનાની જાણ સ્થાનિક અધિકારીઓને થતા, તંત્ર દોડતું થયું છે.

મધ્ય પ્રદેશના બૈતુલથી ભોપાલ સુધી ફોર લેનનો નેશનલ હાઇવે બની રહ્યો છે. જેની વચ્ચે બનેલા ડિવાઇડર પર આ સોયાબીન ઉગાડવામાં આવ્યા છે. બૈતુલ નજીક 10 ફૂડ પહોળી અને 300 મીટર લાંબી જગ્યા પર એક ખેડૂતે સોયાબીન ઉગાવ્યા છે. આ ખેડૂતનું નામ લાલા યાદવ છે. સામાન્ય રીતે ડિવાઇડર પર ફૂલ છોડ ઉગાડવામાં આવે છે, જ્યારે અહીં તો ખેતી થઇ રહી છે. સોયાબીન ઘણા મોટા થઇ ગયા છે.

આ ઘટનાની જાણ જ્યારે સ્થાનિક અધિકારીઓને થઇ તો જિલ્લાનું તંત્ર દોડતું થયું છે. જિલ્લા કલેક્ટરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છ અને ઝડપથી તપાસનો રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. જ્યારે ખેતી કરનાર ખેડૂત લાલા યાદવનું કહેવું છે જ્યારે તેણે પોતાના ખેતરમાં સોયાબીનની વાવણી કરી ત્યારે 5 કિલો જેટલા સોયાબીન વધ્યા, જેમાં ખાતર ભળેલું હતું. આ સોયાબીન આમ પણ ખરાબ થઇ જવાના હતા તેથી તેમણે ડિવાઇડર પર ખાલી જગ્યામાં વાવી દીધા. હવે જોવાનું એ છે કે પ્રશાસન આ અંગે શું કાર્યવાહી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.