Western Times News

Gujarati News

કોરોનાનો આંકડો ૨૦ લાખને પાર, મોદી સરકાર ગાયબ છે: રાહુલ ગાંધી

નવીદિલ્હી, દેશભરમાં કોરોના વાયરસનો પ્રસાર ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ ૨૦ લાખને પાર થઇ ગયા છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. પોતાના એક જૂના ટિ્‌વટનો હવાલો આપતા રાહુલે લખ્યું છે કે દેશમાં કોરોનાના આંકડા ૨૦ લાખને પાર થઇ ગયા છે અને કેન્દ્ર સરકાર ગાયબ છે.

રાહુલે ટિ્‌વટ કરીને કહ્યું- ૨૦ લાખનો આંકડો છે પાર, ગાયબ છે મોદી સરકાર. રાહુલે જે ટિ્‌વટનો હવાલો આપ્યો છે તે ૧૭ જુલાઇની છે. આ દેશમાં કોરોનાના કેસ ત્યારે ૧૦ લાખને પાર થઇ ગયા હતો. અને રાહુલ તેમાં લખ્યું હતું કે ૧૦ લાખને આંકડો પાર થઇ ગયો છે. આ જ સ્પીડથી કોવિડ ૧૯ ફેલાશે તો ૧૦ ઓગસ્ટ સુધીમાં દેશમાં ૨૦ લાખથી વધુ સંક્રમિત હશે. સરકારે આ મહામારીને રોકવા માટે ઠોસ અને નિયોજીત પગલાં લેવા જોઇએ.

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ હવે ૨૦ લાખને પાર પહોંચ્યું છે. જ્યાં ઠીક થનાર લોકોની સંખ્યા ૧૩.૭૦ લાખ થઇ ગઇ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આંકાડાથી આ જાણકારી પ્રાપ્ત થઇ છે. પીટીઆઇ મુજબ કોવિડ ૧૯ના કેસ ભારતમાં ૨૦,૧૯,૯૩૦ થઇ ગયા છે. હજી સુધી સંક્રમણથી ૪૧,૫૭૩ લોકોની મોત થઇ છે. અને ૧૩,૭૦,૩૪૭ લોકો ઠીક થઇ ગયા છે. તાલુકા અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા જે જાણકારી મળી છે તેને સંકલિત કરીને આ આંકડા કહેવામાં આવ્યા છે. અને આ સતત આઠવા તેવો દિવસ છે જ્યારે સંક્રમણના કેસ ૫૦,૦૦૦ થી વધુ સામે આવ્યા છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર)ના જણાવ્યા મુજબ ૫ ઓગસ્ટ ૨,૨૧,૪૯,૩૫૧ નમૂનાઓની તપાસ થઇ છે જેમાંથી ૬,૬૪,૯૪૯ નમૂનાની તપાસ ૫ ઓગસ્ટે કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.