Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોગ કોચ અને ટ્રેઈનર્સને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

અમદાવાદ, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના નેજા હેઠળ સફળતાપૂર્વક યોગ તાલીમ પુરી કરનારા યોગ કોચ અને ટ્રેઈનર્સને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ આયોજીત કરવામા આવ્યો હતો. આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 16 કોચ અને 4 ટ્રેઈનરને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સૌ યોગ-સાધકોને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કુલ 126 યોગ કોચને તાલીમ આપવામાં આવી છે, જેમના 5 હજારથી વધુ યોગ ટ્રેઈનર તૈયાર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં 21 જૂન,2019થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જે યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ધ્યેય ધરાવે છે. આ પ્રમાણપત્ર એનાયત વિતરણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી કે.કે.નિરાલા,સંસદસભ્ય કિરીટભાઈ સોલંકી ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.