Western Times News

Gujarati News

ભાજપ ધારાસભ્ય હત્યાકાંડમાં વોન્ટેડ રાકેશ પાંડે એન્કાઉન્ટરમાં ઠાર

લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસ અને બદમાશો વચ્ચે પોલીસ એન્કાઉન્ટરમાં પોલીસે હત્યાનાં આરોપીને ઠાર કરી દીધો છે. આ અંગે માહિતી આપતા ઉત્તર પ્રદેશ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સનાં આઈજી અમિતાભ યશે જણાવ્યું હતું કે, લખનઉમાં એક એન્કાઉન્ટર દરમિયાન ભારતીય જનતા પાર્ટીનાં નેતા કૃષ્ણાનંદ રાયની હત્યાનાં આરોપી હનુમાન પાંડેને એનકાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે.

લખનૌનાં સરોજની નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. એવું કહેવામાં આવે છે કે હનુમાન પાંડે અંસારી ગેંગનો શૂટર હતો અને તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ હતું. રાકેશ પાંડે બાહુબલી નેતા મુખ્તાર અંસારી અને માફિયા ડોન મુન્ના બજરંગીની ખૂબ નજીક હતો. તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. હનુમાન મઉનાં કોપાગંજ વિસ્તારનો રહેવાસી હતો અને તેણે અનેક જઘન્ય ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેલમાં મુન્ના બજરંગીની હત્યા કર્યા બાદ તે મુખ્તાર અન્સારી ગેંગનો શૂટર બન્યો હતો. તેના પર મઉનાં કોન્ટ્રાક્ટર અજય પ્રકાશસિંહ સહિત બે લોકોની હત્યાનાં કેસમાં સંડોવણી હોવાનો આરોપ છે.

એટલુ જ નહીં, રાકેશ પાંડે પર ભાજપ નેતા કૃષ્ણાનંદ રાયની હત્યા કરવાનો પણ આરોપ મુકાયો હતો. રાય, ૨૦૦૫ માં ભાજપનાં ધારાસભ્ય હતા, તેમની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. ૨૯ નવેમ્બર ૨૦૦૫ નાં રોજ રાય કરીમુદ્દીન વિસ્તારનાં સોનરી ગામ ખાતે ક્રિકેટ મેચનું ઉદ્‌ઘાટન કરવા પહોંચ્યાં હતાં, આ દિવસે અહી ભારે વરસાદ પડી રહ્યો હતો, જે કારણે તેઓ બુલેટપ્રૂફ કાર મૂકીને નજીકનાં લોકો સાથે નીકળી ગયા હતા.

તે સાંજનાં ૪ વાગ્યે પરત ફરી રહ્યા હતા ત્યારે બસનિયા ચટ્ટી નજીક કેટલાક લોકોએ એકે ૪૭ સાથે તેમના પર હુમલો કર્યો હતો, જેમાં કૃષ્ણાનંદ રાય સહિત ૭ લોકોની મોત થઇ ગઇ હતી. મળતી માહિતી મુજબ આ સમયગાળા દરમિયાન ૪૦૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ ઘટના બાદ રાયની પત્ની અલ્કાએ મુખ્તાર અંસારી અને અફઝલ અન્સારી, મુન્ના બજરંગી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.  HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.