Western Times News

Gujarati News

વિરપુરના વિકાસ પંથના માર્ગ પર આડેધડ ભૂવા જીવલેણ બન્યાં

ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રોડ ખખડધજ : માત્ર ત્રણજ વર્ષમાં હાઈવે પર મસમોટા ભુવા પડ્યાં..
વિરપુર અને ગ્રામ્ય વિસ્તારોમા રોડ તુટી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી રહ્યા છે લોકડાઉન કારણે તમામ વિકાસના કામો ખોરંભે પડી રહ્યા બાદ હવે જ્યારે વરસાદ શરૂ થયો છે ત્યારે તુટેલા રોડ અને રોડ પર પડેલા એકાએક ભુવાઓ વિરપુર નગરના લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે

ત્યારે આ માર્ગ પર અંદાજીત સાતથી આઠ જેટલા ભુવાઓ પડી ગયા છે ભાથીજીના મંદિર પાસે છેલ્લા ચાર દિવસથી બે ફુટ પોહળો ભૂવો પડી ગયો છે તેમ છતાં તંત્ર દ્વારા કામચલાઉ ધોરણે માટી કે પથ્થર નાખીને માર્ગને સલામત બનાવવાની તસ્દી લેવાતી ના હોવાની લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દેવ ચોકડીથી ગંધારી ગામ સુધીનો સ્ટેટ હાઇવે પર બે બે કીલોમીટરના અંતરે ઠેર ઠેર ખાડા તેમજ ભૂવા પડી ગયા છે

વરસતા વરસાદ વચ્ચે માર્ગ પર પાણી ભરાતા  ભુવાઓ જોઈ શકતા નથી જેના કારણે વાહનચાલકો પટકાઈ રહ્યા છે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને નાની મોટી ઈજાઓ પણ પોંહચી છે વળી વિરપુર વિસ્તારમાંથી પસાર થતો હાઈવે પરની કેટલીક સ્ટ્રીટલાઈટો પણ બંધ હોવાથી અંધકારમાં અકસ્માતો સર્જાઈ રહ્યાં છે રોડ પરના ખાડાઓને હાલ પુરતા કામચલાઉ ધોરણે પુરીને વાહનો સલામત રીતે પસાર થઈ શકે તેવી લોકોની માંગ ઉઠી છે… તસ્વીર – પુનમ પગી વિરપુર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.