Western Times News

Gujarati News

શારદાબેન હોસ્પીટલમાં બે ગરીબ મહીલાના દાગીના ઉતરાવી મહિલા રફુચક્કર

રમજાનમાં વિધવા અને વૃદ્ધોને રૂપિયા આપે છે તેમ કહી લઈ ગઈ હતી પોલીસે તપાસ શરૂ કરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 05062019: હાલમાં મુસ્લીમોનો પવીત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જા કે કેટલાંક લેભાગું ઠગ તત્વો આ બાબતનો પણ ફાયદો ઉપાડીને લોકોને ઠગી રહયાં છે. જે અંગેની એક ફરીયાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનનાં ચોપડે નોધાઈ છે. રાણીપ બકરી મંડીમાં રહેતી એક મહીલાના ઘરે આવેલી અજાણી વ્યક્તિએ રમઝાનમાં વિધવા તથા વૃદ્ધોઓને રૂપિયા આપે છે તેવી લાલચ આપીને બે મહીલાઓને પોતાની સાથે શારદાબેન હોસ્પીટલમાં લઈ ગઈ હતી. જયાં બંનેના દાગીના ઉતરાવીને દાગીના ભરેલી થેલી લઈને અજાણી રફુચકકર થઈ ગઈ હતી.

ભોગ બનનાર હફીઝાબીબી લવાર (૪પ) ઠાકોરવાસ બકરી મંડી રાણીપ ખાતે રહે છ. ગરીબ હફીઝાબીબી સિલાઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. રવીવારે બપોરનાં પોણા બે વાગે હફીઝાબીબીના ઘરે ૩૦થી ૩પ વર્ષની અજાણી વ્યક્તિ આવી હતી. જેણે રમઝાનની ઈમદાર હોઈ વિધવા અને વૃદ્ધોને પૈસા આપે છે. તેમ કહેતાં હફીઝાબીબી તેમનાં પાડોશી અફરોજાબીબી મન્સુરીને પણ કહ્યું હતું. બંને  આ અજાણી મહીલા સાથે જવા તૈયાર થઈ હતી. થોડે દૂર એક મંદીર આગળ વધુ એક રર વર્ષીય મહીલા પોતાના બાળક સાથે જાડાઈ હતી. અને અજાણીએ આ મહીલાએ પણ રૂપિયાની મદદ મેળવી હોવાનું કહેતાં હફીઝાબીબી તથા અફરોઝાબીબીને તે ઠગ પર ઉપર વિશ્વાસ બેઠો હતો. બાદમાં ચારેય મહીલા રીક્ષામાં બેસી શારદાબેન હોસ્પીટલ ખાતે પહોચી હતી.

જયાં બાળક સાથે મહીલા દરવાજાની બહાર ઉભી રહી ગઈ હતી. અને બાકીની ત્રણેય મહીલાએ હોસ્પીટલમાં ટીબી યુનીટ સામેનાં બિલ્ડીંગમાં ગઈ હતી. આ રીતે થોડીવાર ફેરવ્યા બાદ આ ઠગ એ ઘરેણાં ઉતારી દો નહીતર પૈસાદાર લાગશો તો મદદ નહી મળે તેમ કહેતાં બંનેએ પોતાના બુટ્ટી, વીટી મોબાઈલ ફોન વગેરે કાઢીને એક થેલીમાં મૂકી થેલી આ અજાણી †ીને સોપી હતી. બંનેને એક રૂમ આગળ લઈ જઈ અંદર રાહ જાવા કહ્યું હતું. ઘણીવાર રાહ જાવા છતાં રૂમમાં કોઈ ન આવતાં હફીઝાબીબી તથા અફરોઝાબીબી બહાર આવીને તપાસ કરતાં મદદ અપાવવા આવેલી  ૬૦ હજારથી વધુ કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.

બંને મહીલાઓ ઘણી શોધખોળ કરવા છતાં આ ઠગ મળી આવી નહતી. જેથી કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ આવી પહોચી હતી. અને બંનેની ફરીયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભોળાં શહેરીજનોને મુર્ખ બનાવીને કેટલાંય તત્વો તેમની સાથે છેતરપિંડી આચરતાં હોય છે. પોલીસ દ્વારા પણ વારંવાર આવાં ગઠીયાઓનો વિશ્વાસ ન કરવા માટે ચેતવણી આપવામાં આવતી હોય છે. તેમ છતાં લોભ-લાલચમાં આવી નાગરીકો તેમનો શિકાર બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.