Western Times News

Gujarati News

ભિલોડામાં ૪ ઇંચ વરસાદમાં RCC રોડ બીસ્માર બન્યા,

વિકાસ ખાડે ગયો :  નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકો ભયભીત 

ભિલોડા: ગુજરાતમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે ઝરમર વરસાદ અને ઝાપટા પડી રહ્યા છે ભિલોડા પંથકમાં ગત રાત્રીએ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભિલોડા ગ્રામ પંચાયતની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હોય તેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોએ આખી રાત ઘરમાં ઘુસી ગયેલ પાણી ઉલેચવા મજબુર બન્યા હતા ભિલોડાના આરસીસી રોડ પર ખાડા પડી જતા વાહનચાલકો અને નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવતા લોકો જોવા ઉમટ્યા હતા

ભિલોડા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી રવિવારે ભિલોડામાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ગોવિંદનગર વિસ્તાર,ચંદ્રપુરી સોસાયટી સહીત નીચાણ વાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઘરમાં પાણી ઘુસી જતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો ઘરવખરીને પણ નુકશાન થતા લોકોમાં ભીલોડા પંચાયતના વહીવટ સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગ્રાન્ટ માંથી નિર્માણ થતા રોડના કામોમાં અને રોડ રિસર્ફેશની કામગીરીમાં કોન્ટ્રાકટરો તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરી રોડના કામમાં જાણે લોટ, લાકડું અને પાણી વપરાતા હોય તેવા રોડ બનાવ્યાના થોડાક જ મહિનાઓમાં રોડ તૂટી જવાની ઘટનાઓ બની રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.આનું શ્રેષ્ઠ ઉદાહરણ ભિલોડામાં બનાવેલ આરસીસી રોડ હોય તેમ પ્રથમ વરસાદમાં જ આરસીસી રોડ બિસમાર બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.